Skip to main content

Posts

અબુબક્ર અને ઉમરની ફઝીલતો પર વાદ-વિવાદ

મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથેની ખુશીમાં એક જશ્ નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ જે સુન્ની આલીમ હતો અને પોતાના ઝમાનાનો ફકીહ હતો તેણે ઈમામ (અ.સ.) ની સાથે ઈમામતના વિષય પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો કર્યા યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જબ્રઈલ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહ તમારા પર સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ મારાથી રાજી છે? તમાં આ હદીસ બાબતે શું મંતવ્ય છે?[1] ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[2] પરંતુ આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ (અ.સ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી હતી. કે ખોટી હદીસોને મારી સાથે નિસ્બત દેવાવાળા વધી ગયા છે અને મારી વફાત બાદ પણ તેમાં ઘણો વધારો થશે. જે કોઈ ખોટી હદીસો મારા નામથી બયાન કરે તે સખ્ત અઝાબનો મુસ્તહક બનશે. તેથી એવી હદીસો જે નામથી બયાન થાય

મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી પણ ઓછા સમયથી ગર્ભમાં હતા. (અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ અનવાર ભાગ ૫૩, પાના ૧૯) મોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો.  તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી. જોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ  ગેરકાનૂની ભાગ હતો. જે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો નાખ્યો, કદાચ તેજ ર