ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ
શંકા
મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદ નો બચાવ
કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા
બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યત ને જવાબદાર ગણાવે છે ,તે
આક્ષેપો માંથી એક ખુબજ મોટો આક્ષેપ એ છે કે શિયાઓ એ પોતેજ ઈમામ હુસૈન અ.સ
ને કત્લ કર્યા અને હવે તેઓ આ કાર્ય માટે પસ્તાવો કરે છે
જવાબો :
૧,કોણે હમઝા અ.સ ને શહીદ કર્યા ?
૨,સાથીદારો નો રોલ
૩,યઝીદ નો રોલ
૪, શિયાઓ કોણ છે?
૫,યઝીદ નાં સૈનિકો ની ટુકડીઓ શિયા ન હતી
જ.હમઝા ને કોણે શહીદ કર્યા?
કોણે જ. અમ્માર અ.સ ને શહીદ કર્યા?
આ નકામું બહાનું યાદ અપાવે છે કે તે દલીલ ની જે યઝીદ
નાં પિતાએ ૧૪૦૦ વર્ષ પહેલા સીફ્ફીન માં રજુ કરી હતી.કારણ કે તે પોતે
જવાબદાર હતો જ. અમ્માર ર.અ ને કત્લ કરવામાં જેની તસ્દીક હ.રસુલે ખુદા
સ.અ.વ એ કરી હતી
હ.અમ્માર ર.અ જે એક મહાન સહાબી છે જેના માટે જન્નત નક્કી છે
તેના કત્લ નો દોષ મોઆવિયાએ બચવા માટે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી
તાલિબ અ.સ પર નાખ્યો,તેણે એવી દલીલ કરી કે,કેમ કે હ.અલી અ.સ જ.અમ્માર ને
જંગે સીફ્ફીન માં લાવ્યા હતા એટલે તે જવાબદાર ગણાય નહિ કે મોઆવિયા(લા.અ)
અગર મોઆવિયા નાં આ તર્ક (વિચાર) ને સ્વીકારી લેવામાં આવે તો
તેનાપ્રમાણે હ. રસુલે ખુદા સ.અવ. જવાબદાર છે પોતાના કાકા જ.હમઝા ર.અ. ના
કત્લ માટે( નૌઝોબીલ્લાહ),કારણ કે હ. હમઝા.ર.અ. જંગે ઓહદ માં હ. રસુલે ખુદા
સ.અ.વ નાં કહેવાથી આવ્યા હતા.
દેખીતી રીતે પોતાના આક્ષેપો પોતે કરેલો ગુનોહ બીજા લોકો
પર નાખવો જે આ કાર્ય થી પર છે તે આ મુસલમાનો ની જૂની આદત છે .
આવો આપણે જોઈએ કે કેવી રીતે આપણે ગુનેહગાર ને ઓળખી શકીએ મુસલમાનો ના આ તર્ક ના આધારે :
કોણે જ. હમઝા અ.સ ને કત્લ કર્યા ?
(૧) ચોક્કસ,ઇત્હાસની રોશનીમાં સહી સમજણ બતાવે છે કે
હ. હમઝા અ.સ ને કત્લ કરવા માટે ઝીમ્મેદાર મક્કા નાં એ લોકો છે કે જેઓએ
હ.રસુલે ખુદા સ.અ.વ. અને મુસલમાનો સાથે જંગ કરી હતી
(૨) અને આપણે જોયું કે મોઆવિયનાં તર્ક પ્રમાણે હ. હમ્ઝા અ.સ ને કત્લ કરવા માટે જવાબદાર હ.રસુલે ખુદા સ.અ.વ છે (નૌઝોબીલાહ)
(૩) મુસ્લિમો નાં તર્ક પ્રમાણે હ. હમઝા અ.સ ના મૃત્યુ નાં
જવાબદાર બીજો અલગજ સમૂહ છે,આવો આપણે જવાબ શોધવા માટે સુ.આલે ઇમરાન ની આયત
૧૫૩ નો સહારો લઈએ
“ (તે સમયને યાદ કરો) જ્યારે તમે આગળને આગળ નાસી જતા હતા અને પાછા
વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યો હતો, .......
જેમકે મુસ્લિમો નાં તર્ક મુજબ શિયાઓ નાં વિશ્વાસઘાતે હ.
ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા તેજ રીતે સહાબીઓ ના વિશ્વાસઘાતે જંગે ઓહદ માં
હ. હમઝા અ.સ ને કત્લ કર્યા
જો કે સ્પષ્ટ કારણો આ મુસ્લિમો કબુલ નહિ કરે અને આ મુસ્લિમો પોતાના તર્કઓ ને શિયાઓ ની વિરુદ્ધ રજુ કરશે
ઉસ્માન લ.અ ને કોને કતલ કર્યો?
(૧)સહી સમજણ બતાવે છે કે ઉસ્માન લ.અ ને કત્લ મુસ્લિમો એ કર્યો
કે જેઓએ તેના ઘર પાસે ઘેરો કર્યો અને અંતે તેણે કતલ કર્યો તેની ખરાબ અનીતિ
ને કારણે
(૨) પરંતુ આ મુસ્લિમો નાં તર્ક પ્રમાણે જે આક્ષેપ મુકે છે સીધો
તેના પર જેઓ વિશ્વાસઘાત કરે છે તેના પ્રમાણે તો ઉસ્માન ને કત્લ કરવાનો
જવાબદાર મોઆવિયા બિન અબી સુફયાન થાય
આ વાત છુપી નથી કે ઉસ્માન ના ઘરનો ઘેરાવ એક મહિના સુધી ચાલ્યો
હતો તે દરમિયાન તેણેઅમુક લોકો ને મદદ માટે પયગામ મોકલ્યા હતા,તેમાંથી એક
તેનો પીતરાય ભાઈ મૌવીયાહ પણ હતો. જો કે મોઆવિયા એ પોતાના સૈનિકોને મોકલ્યા
ના હતા જે ઉસ્માન ને બહાર નીકાળે,અને આ હકીકત છે કે મોઆવિયા પાસે મોટું
લશ્કર હતું છતાં મદદ ન કરી અને બે જ વર્ષ પછી આજ લશ્કર જંગે સીફ્ફીન માં
આવ્યું હતું .