Skip to main content

Posts

સૈયદુશ્શોહદા કોણ છે?

કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન શકો તો ગુંચવી નાખો’ના સિધ્ધાંતનો સહારો લે છે. આવો જ એક સદગુણ ઈ. હુસૈન બીન અલી (અ.સ.)થી સંબંધિત છે જેને તેઓ સૈયદુશ્શોહદાના બદલે માત્ર સૈયદ તરીકે સંબોધે છે. આ કહેવાતા મુસલમાનો માટે એ ગમતી વાત નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ને સૈયદુશ્શોહદા તરીકે સંબોધન કરવામાં આવે. તેથી તેઓ એવી વ્યકિતઓને તલાશ કરે છે જેઓ આ વિશેષણતા (સૈયદુશ્શોહદા)થી સંબંધિત હોય. જેથી ઈમામ હુસૈન (અ.સ.)ની મહત્તાને નકારી શકાય અથવા ઓછામાં ઓછું તેમની મહાનતા, સદગુણો અને શહીદીને ઘટાડી શકાય. તેઓએ ઈતિહાસમાંથી આવી એક વ્યકિતને શોધી છે જેનું નામ હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબ છે, જે પયગમ્બર (સ.અ.વ.)ના કાકા હતા. હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબનું ઈસ્લામમાં સ્થાન: હઝરતે હમઝાની શુરવીરતા, ઈસ્લામ માટે કુરબાની અને ઈસ્લામની મદદ અંગે કોઈ શંકા નથી. જંગે ઓહદમાં અલ્લાહની રાહમાં સર્વશ્રેષ્ઠ કુરબાની માટે તેમને સૈયદુશ્શોહદાનો લકબ આપવામાં આવ્યો તેમની શહાદતે પય