મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ.
ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન
ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી
પણ ઓછા સમયથી ગર્ભમાં હતા. (અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ
અનવાર ભાગ ૫૩, પાના ૧૯)
મોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને
કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો. તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ
લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો
હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી
અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ
જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય
કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.
જોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી
અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ ગેરકાનૂની ભાગ હતો.
જે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો
નાખ્યો, કદાચ તેજ રીતે આ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત હતી કે જેણે તેના
માતાપિતાની માસુમિયતની રક્ષા કરી(અને)જેણે તેના ભત્રીજા અલી ઇબ્ને હુસૈન
(અલીઅસગર)ને તેના પિતાની માસુમિયતની રક્ષા કરવા કરબલામાં દુશ્મનો સામે લડવા
પ્રેરણા પૂરી પાડી. ઈમામ હુસૈન અ.સ. મઝલૂમ લોકોમાં અનન્ય છે કેમકે તેઓ
બન્ને હુમલાના સમયે હાજર હતા-તેમના માતાપિતા અને ભાઈ પરના (હુમલા) સમયે અને
બીજો તેમના બાળકો, ભત્રીજા-ભાણેજો અને બીજા ભાઈ પરના હુમલા સમયે
(કરબલામાં).
તે કદાચ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની જબરદસ્ત અસર હતી જેણે અમુક
મુસ્લિમોને આ હુમલામાં તેમની શહાદતને નકારવા અને તે માટે બીજા કારણો આપવા
પ્રેર્યા. સ્પષ્ટ રીતે આ ખોટી અથવા અપૂરતી માહિતી પર આધારિત પ્રચાર છે જે
ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાને જ સમ્પુર્ણપણે નકારવા જેવો પ્રચાર છે.
ફાતેમા સ.અ.ના ઘર પરના હુમલાનું કોઈ વ્યાજબીપણું છે જ નહિ અને તેથી માત્ર
એકજ રસ્તો છે-તેનો સદંતર ઇનકાર કરવો.