મૃત પર રોવા બાબતે ઉમર વિરૂધ્ધ આયેશા

મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર કહેવાતા સાચા ઈસ્લામના માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે.
જયારે આ મુસલમાનો રોવું કે નહિ તે વિશે શીઆની માન્યતાથી અસંમત છે, તો આવો આપણે તેઓની  બે આદરણીય વ્યક્તિઓ ઉમર અને આયેશાનો મંતવ્ય આ વિષય પર એકમત છે કે નહિ તે જોઈએ.
સઈદ બિન મુસય્યબથી વર્ણન છે કે આયેશા તેના પિતાની વફાત પછી તેના પર રડી હતી. જ્યારે આ ખબર ઉમર સુધી પહોંચ્યા તેણે તેની મનાઈ કરી પરંતુ આયેશાએ ખલીફાના હુકમને રદ કર્યો. પછી હિશામ બિન વલીદને હુકમ આપવામાં આવ્યો કે આયેશા પાસે જાય અને મોટા અવાજે રડવાથી રોકે. જેવું સ્ત્રીઓએ હિશામના હુકમનું પાલન કર્યું અને તેણીઓ ઘરમાંથી બહાર નીકળી ત્યારે ઉમરે તેણીઓને સંબોધીને કહ્યું: ‘શું તમે એવું ઈચ્છો છો કે અબુબક્ર પર તમારા રડવાથી અઝાબ થાય? બેશક મૃત પર રડવાથી તેના પર અઝાબ થાય છે.
(સહીહ તિરમીઝી, હદીસ નં. 1002)
ઉપરના બનાવ પરથી તે તારણ નિકળે છે કે:
૧. અગર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખરેખર મૃત પર રડવાની મનાઈ કરી હતી (જેમકે ઉમરે કહ્યું) તો પછી આયેશાએ પયગમ્બર (સ.અ.વ.) ના હુકમનો અનાદાર કર્યો.
૨. તે દલીલ પણ થઈ શકે કે તેણીએ લાગણીના આવેશના કારણે રડવા લાગી પરંતુ જ્યારે ઉમરે રડવાની મનાઈ કરી તો તેણી માની નહિ તેથી તેણીએ મુસલમાનોના કહેવાતા ખલીફાના હુકમનો વિરોધ કર્યો.
આયેશાનું આ કાર્યથી તેણીએ:
(અ) પયગમ્બર (સ.અ.વ.) ની હદીસનું અનુસરણ ન કર્યું
(બ) તેણી પોતાની લાગણીના આવેશમાં આવી ગઈ
(ક) કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
છતાં બુખારીએ પોતાની સહીહમાં તેણી ઘણી બધી હદીસો નકલ કરી છે.
તેથી મુસલમાનો માટે જરૂરી છે કે:
  1. આયેશાને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે તેણીએ પયગમ્બર (સ.અ.વ.) અને કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
  2. સહીહ બુખારીને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે બુખારી એ ઘણી બધી હદીસો આયેશાથી નકલ કરી છે.

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે.
મુદ્દો શીઆઓનો નથી. મુદ્દો આલે મોહમ્મદ (અ.સ.) બારામાં છે. કારણકે જ્યારે પણ શીઆઓ કોઈ પણ હદીસ આગળ ધરે છે તો તે આલે મોહમ્મદ (અ.સ.) તરફથી હોય છે.
માટે, પ્રશ્ન જેનો ઉત્તર મુસલમાનોએ આપવાનો છે તે છે:
શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે?
જો તેઓ ઈજમામાંથી છે તો તેઓની હદીસો અને કથનને મુસલમાનોએ દલીલ માનવી જોઈએ, ઓછામાં ઓછુ તેઓએ સુન્ની સ્ત્રોતોમાં તેઓ (અ.સ.)ની નોંધાએલી હદીસોને માન્ય રાખવી જોઈએ.
શીઆ અને સુન્ની ઓલમા વચ્ચે એક રસપ્રદ ચર્ચા / વાદ વિવાદ મુનાઝેરો કે શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે.
શૈખ મુફીદ પ્રખ્યાત શીઆ આલીમ અને ધર્મશાસ્ત્રી અને રય (તેહરાન, ઈરાન)ના સનમાનનીય સુન્ની આલીમ સાથે એક ચર્ચા કરી / વાદ વિવાદ મુનાઝેરો કર્યો હતો.
શૈખ મુફીદે આલે મોહમ્મદ (અ.સ.)ની હદીસો પર આધારીત એક ફતવો આવ્યો હતો અને તેના પર સુન્ની આલીમનો મત માગ્યો હતો.
મુનાઝેરો / વાદ વિવાદ આ મુજબ હતો.
સુન્ની આલીમ: અમો આપનો ફતવો માનતા નથી કારણકે તે ઈજમાથી વિધ્ધ છે.
શૈખ મુફીદ (ર.અ.): ઈજમાનો તમો શું અર્થ કરો છો?
સુન્ની આલીમ: કોઈ ઈલાકા / ક્ષેત્રના પ્રખ્યાત / જાણીતા ફકીહોનો હરામ કે હલાલ વિષેના ફતવા બારામાં એકમત હોવું.