શંકા:
10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે
દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર
કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ કર્યો હતો કે આશુરના
દિવસે રોઝો રાખે.
જવાબ:
આ વાત સહી નથી. સાચી વાત આમ છે: રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને જ્યારે
મદીના આવ્યા તો આપે યહુદીઓને 10 મી મોહર્રમના રોઝો રાખતા જોયા. પુછતાછ
કરતા એ જાણવા મળ્યુ કે આ શુભ દિવસ છે. આ એ દિવસ છે કે જ્યારે બની ઈસ્રાઈલને
તેના દુશ્મન ફીરૌનથી નજાત મળી હતી તેથી હ. મુસા (અ.સ.) આ દિવસે રોઝો
રાખ્યો હતો.
રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: કે હું તમારા કરતા મુસાની વધારે યોગ્ય છું.
પછી આપે તે દિવસે રોઝા રાખ્યો અને મુસલમાનોને હુકમ કર્યો કે આ દિવસે રોઝો રાખે.
(સહીહ બુખારી, ભાગ-3, ઈજીપ્ત પ્રકાશન-54, મીશ્કાત અલ મસાબીહ, દિલ્હી પ્રકાશન-1, 307 હી.સ. પા. 172)
મીશકાત અલ મસાબીહમાં તેના કોમેન્ટેટરે લખ્યું છે કે તે બીજો વર્ષ હતો.
કારણકે પહેલા વર્ષમાં રસુલે ખુદા (સ.અ.વ.) મદીનામાં આશુરા પછી રબીઉલ
અવ્વલમાં આવ્યા હતા. એ વાત ધ્યાનમાં રહે કે યહુદીઓનો પોતાનું ખુદનું એક અલગ
કેલેન્ડર હતું અને અલગ મહિનાઓ. માટે એ વાતમાં કાંઈ તથ્ય નથી કે તેઓ 10 મી
મોહર્રમના રોઝા રાખતા હતા. જ્યાં સુધી કે એ વાત સાબીત ન થઈ જાય કે 10 મી
મોહર્રમની તારીખ હંમેશા ત્યારે આવતી જ્યારે આ યહુદીના રોઝા રાખવાનો દિવસ
હતો.
યહુદીઓનો પહેલો મહીનો (અબીબ જેનું પછીથી નીસાન નામ પડયું) તે રજબ
મહીનાની સાથે આવતો. ડબલ્યુ.ઓ.ઈ. ઓસ્ટ્રેલે અને થીઓડેર એચ. રોબીનસનએ લખ્યું
છે કે અરેબીયામાં સહુથી અહેમ કે નવા ચાંદના તહેવારો આવતા તે રજબ મહીનામાં
આવતા કે યહુદીના હીબ્ મહીના અબીબ સાથે આવતો અને આ તે વખત હતો જ્યારે પુરાણા
ઝમાનાના અરબો સ્પ્રીંગ ફેસ્ટીવલ તેઓનો તહેવાર ઉજવતા.
(હીબ્ મઝહબ એસ.પી.સી.એક. લંડન, 1955, પા. 128
પહેલાના ઝમાનામાં હ. ઈબ્રાહીમ (અ.સ.)ના બન્ને વંશજો આ ઈન્ટલકેલટીક
પધ્ધતિ આખા વર્ષમાં 1 વધારાનો મહીનો યા મહીનામાં વધારાનો દિવસ ઉમેરવાનું
અનુસરણ કરતા હતા અને આ રીતે યહુદીઓનો સાતમો મહીનો તીસરી તીસરી 1, મોહર્રમ
મહીના બન્ને એકી સાથે આવતા અને મોહર્રમની 10 મી તારીખ (આશુરા) 10 મી તીસરી
બન્ને સાથે આવતા. જ્યારે યહુદીઓનો ઈદનો દિવસ હતો? રોઝાનો દિવસ હવે આ બન્ને
કેલેન્ડર સમકાલીનતા (10 વખતે બનવું) તુટી ગઈ જ્યારે ઈસ્લામે 9 હીજરીના
સાલના આ ઈન્ટરકેટેટીયા પધ્ધતિને બંધ કરાવી પરંતુ અગર ધ્યાનમાં લેવામાં આવે
તો આ બન્ને કેલેન્ડરની સમકાલીનતા ઈસ્લામના આવ્યા પહેલા ખતમ થઈ ગઈ હતી.
કેમકે અરબ લોકો તેઓના ઈન્ટરકેલેશનમાં મેથેમેટીકલ ગણત્રીની પરવાનગી નહોતા
આપતા. આ માટે મોહર્રમ 2 જી હીજરી સનમાં પાંચમી જુલાઈ, 623 સી.ઈ. શ થયું.
યહુદીના તીસરી મહીનાના ઘણા મહીના પહેલા કે જે તીસરી મહીનો હંમેશા
(સપ્ટેમ્બર - ઓકટોબર) સાથે સહકાલીન હતો.
તો આનાથી સ્પષ્ટ થાય છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જે મદીનામાં ગુઝરી આશુરનો દિવસ યહુદીઓ માટે કાંઈ મહત્વ ધરાવતું ન હતું.