કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને
છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે
છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે.
મુદ્દો શીઆઓનો નથી. મુદ્દો આલે મોહમ્મદ (અ.સ.) બારામાં છે. કારણકે
જ્યારે પણ શીઆઓ કોઈ પણ હદીસ આગળ ધરે છે તો તે આલે મોહમ્મદ (અ.સ.) તરફથી હોય
છે.
માટે, પ્રશ્ન જેનો ઉત્તર મુસલમાનોએ આપવાનો છે તે છે:
શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે?
જો તેઓ ઈજમામાંથી છે તો તેઓની હદીસો અને કથનને મુસલમાનોએ દલીલ માનવી
જોઈએ, ઓછામાં ઓછુ તેઓએ સુન્ની સ્ત્રોતોમાં તેઓ (અ.સ.)ની નોંધાએલી હદીસોને
માન્ય રાખવી જોઈએ.
શીઆ અને સુન્ની ઓલમા વચ્ચે એક રસપ્રદ ચર્ચા / વાદ વિવાદ મુનાઝેરો કે શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે.
શૈખ મુફીદ પ્રખ્યાત શીઆ આલીમ અને ધર્મશાસ્ત્રી અને રય (તેહરાન, ઈરાન)ના
સનમાનનીય સુન્ની આલીમ સાથે એક ચર્ચા કરી / વાદ વિવાદ મુનાઝેરો કર્યો હતો.
શૈખ મુફીદે આલે મોહમ્મદ (અ.સ.)ની હદીસો પર આધારીત એક ફતવો આવ્યો હતો અને તેના પર સુન્ની આલીમનો મત માગ્યો હતો.
મુનાઝેરો / વાદ વિવાદ આ મુજબ હતો.
સુન્ની આલીમ: અમો આપનો ફતવો માનતા નથી કારણકે તે ઈજમાથી વિધ્ધ છે.
શૈખ મુફીદ (ર.અ.): ઈજમાનો તમો શું અર્થ કરો છો?
સુન્ની આલીમ: કોઈ ઈલાકા / ક્ષેત્રના પ્રખ્યાત / જાણીતા ફકીહોનો હરામ કે હલાલ વિષેના ફતવા બારામાં એકમત હોવું.