ઈમામ હુસૈન અ.સ ને કોણે કત્લ કર્યા? યઝીદ કે શિઆઓ
        શંકા
                મુસ્લિમોનો એક વિભાગ જે પોતાની જાત ને યઝીદ નો બચાવ 
કરવા માટે કે ઈમામ હુસૈન અ.સ ના કત્લ માટે યઝીદ જવાબદાર નથી માટે નબળા 
બહાનાઓ બનાવે છે અને પોતાની પીડાઓ માટે શિય્યત ને જવાબદાર ગણાવે છે ,તે 
આક્ષેપો માંથી એક ખુબજ મોટો આક્ષેપ એ છે કે શિયાઓ એ પોતેજ ઈમામ હુસૈન અ.સ 
ને કત્લ કર્યા અને હવે તેઓ આ કાર્ય માટે પસ્તાવો કરે છે
જવાબો :
        ૧,કોણે હમઝા અ.સ ને શહીદ કર્યા ?
        ૨,સાથીદારો નો રોલ
        ૩,યઝીદ નો રોલ
        ૪, શિયાઓ કોણ છે?
        ૫,યઝીદ નાં સૈનિકો ની ટુકડીઓ શિયા ન હતી
        જ.હમઝા ને કોણે શહીદ કર્યા?
        કોણે જ. અમ્માર અ.સ ને શહીદ કર્યા?
                આ નકામું બહાનું યાદ અપાવે છે કે તે દલીલ ની જે યઝીદ 
નાં પિતાએ ૧૪૦૦ વર્ષ પહેલા સીફ્ફીન માં રજુ કરી હતી.કારણ કે તે પોતે 
જવાબદાર હતો જ. અમ્માર ર.અ  ને કત્લ કરવામાં જેની તસ્દીક હ.રસુલે ખુદા 
સ.અ.વ એ કરી હતી
        હ.અમ્માર ર.અ જે એક મહાન સહાબી છે જેના માટે જન્નત નક્કી છે 
તેના કત્લ નો દોષ મોઆવિયાએ બચવા માટે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી 
તાલિબ અ.સ પર નાખ્યો,તેણે એવી દલીલ કરી કે,કેમ કે હ.અલી અ.સ જ.અમ્માર ને 
જંગે સીફ્ફીન માં લાવ્યા હતા એટલે તે જવાબદાર ગણાય નહિ કે મોઆવિયા(લા.અ)
        અગર મોઆવિયા નાં આ તર્ક (વિચાર) ને સ્વીકારી લેવામાં આવે તો 
તેનાપ્રમાણે હ. રસુલે ખુદા સ.અવ. જવાબદાર છે પોતાના કાકા જ.હમઝા ર.અ. ના 
કત્લ માટે( નૌઝોબીલ્લાહ),કારણ કે હ. હમઝા.ર.અ. જંગે ઓહદ માં હ. રસુલે ખુદા 
સ.અ.વ નાં કહેવાથી આવ્યા હતા.
                દેખીતી રીતે પોતાના આક્ષેપો પોતે કરેલો ગુનોહ બીજા લોકો
 પર નાખવો જે આ કાર્ય થી પર છે તે આ મુસલમાનો ની જૂની આદત છે .
                        આવો આપણે જોઈએ કે કેવી રીતે આપણે ગુનેહગાર ને ઓળખી શકીએ  મુસલમાનો ના આ તર્ક ના આધારે :
                કોણે જ. હમઝા અ.સ ને કત્લ કર્યા ?
                 (૧) ચોક્કસ,ઇત્હાસની રોશનીમાં  સહી સમજણ બતાવે છે કે 
હ. હમઝા અ.સ ને કત્લ કરવા માટે ઝીમ્મેદાર મક્કા નાં એ લોકો છે કે જેઓએ 
હ.રસુલે ખુદા સ.અ.વ. અને મુસલમાનો સાથે જંગ કરી હતી
        (૨) અને આપણે જોયું કે મોઆવિયનાં તર્ક પ્રમાણે હ. હમ્ઝા અ.સ ને કત્લ કરવા માટે જવાબદાર હ.રસુલે ખુદા સ.અ.વ છે (નૌઝોબીલાહ)
        (૩) મુસ્લિમો નાં તર્ક પ્રમાણે હ. હમઝા અ.સ ના મૃત્યુ નાં 
જવાબદાર બીજો અલગજ સમૂહ છે,આવો આપણે જવાબ શોધવા માટે સુ.આલે ઇમરાન ની આયત  
૧૫૩ નો સહારો લઈએ
 “ (તે સમયને યાદ કરો) જ્યારે તમે આગળને આગળ નાસી જતા હતા અને પાછા 
વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યો હતો, .......
            જેમકે મુસ્લિમો નાં તર્ક મુજબ શિયાઓ નાં વિશ્વાસઘાતે હ. 
ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા તેજ રીતે સહાબીઓ ના વિશ્વાસઘાતે જંગે ઓહદ માં
 હ. હમઝા અ.સ ને કત્લ કર્યા
                જો કે સ્પષ્ટ કારણો આ મુસ્લિમો કબુલ નહિ કરે અને આ મુસ્લિમો પોતાના તર્કઓ ને શિયાઓ ની વિરુદ્ધ રજુ કરશે
ઉસ્માન લ.અ ને કોને કતલ કર્યો?
        (૧)સહી સમજણ બતાવે છે કે ઉસ્માન લ.અ ને કત્લ મુસ્લિમો એ કર્યો 
કે જેઓએ તેના ઘર પાસે ઘેરો કર્યો અને અંતે તેણે કતલ કર્યો તેની ખરાબ અનીતિ 
ને કારણે
        (૨) પરંતુ આ મુસ્લિમો નાં તર્ક પ્રમાણે જે આક્ષેપ મુકે છે સીધો 
તેના પર જેઓ વિશ્વાસઘાત કરે છે તેના પ્રમાણે તો ઉસ્માન ને કત્લ કરવાનો 
જવાબદાર મોઆવિયા બિન અબી સુફયાન થાય
        આ વાત છુપી નથી કે ઉસ્માન ના ઘરનો ઘેરાવ એક મહિના સુધી ચાલ્યો 
હતો તે દરમિયાન તેણેઅમુક લોકો ને મદદ માટે પયગામ મોકલ્યા હતા,તેમાંથી એક 
તેનો પીતરાય ભાઈ મૌવીયાહ પણ હતો. જો કે મોઆવિયા એ પોતાના સૈનિકોને મોકલ્યા 
ના હતા જે ઉસ્માન ને બહાર નીકાળે,અને આ હકીકત છે કે મોઆવિયા પાસે મોટું 
લશ્કર હતું છતાં મદદ ન કરી અને બે જ વર્ષ પછી આજ લશ્કર જંગે સીફ્ફીન માં 
આવ્યું હતું .
        જો મોઆવિયા એ તેજ લાગણી અને હિંમત  બતાવી હોત અને મદીના મદદ 
મોકલાવી હોત ઉસ્માનની રિહાઈ માટે, જે તેના દીકરા યઝીદે સતા પર આવીને હ.ઈમામ
 હુસૈન અ.સ પાસે મદીના મા બય્યત માંગી બતાવી હતી તો,ઉસ્માન ની ઝીંદગી બચી 
જાત, શું આનો અર્થ એમ થયો કે ઉસ્માન  મોઆવિયા ના વિશ્વાસ ઘાત નો શિકાર થયો 
તેના કરતા કે જે મુસ્લિમોએ તેને ખરેખર કત્લ કર્યો.મુસ્લિમો નાં તર્ક 
પ્રમાણે જવાબ છે હાં,મોઆવિયા એ ઉસ્માન ને કત્લ કર્યો
         સાથીદારો ની ભૂમિકા :
        હ.ઈમામ હુસૈન અ.સ ને કોણે શહીદ કર્યા ?
        મુસલમાનો નાં આ સમૂહ પ્રમાણે હ.ઈ.હુસૈન અ.સ શિયાઓ નાં વિશ્વાસઘાત નાં શિકાર થયા હતા
જો આ આક્ષેપ નો પહેલો પાયો વિશ્વાસઘાત પર મુકવામાં આવે તો સાથીદારો 
(સહબીઓ) અને તાબેઈન એ ઘણા મૌકા પર બતાવી દીધું હતું કે યઝીદ ની વિરુદ્ધ માં
 હ.ઈ.હુસૈન અ.સ ને તેઓ એ સાથ આપ્યો ન હતો
        સહબીયો અને તાબેઈન નો વિશ્વાસઘાત
        યઝીદ ને હકારાત્મક (સાચો) બતાવવા આ મુસ્લિમો પોતે જ દાવો કરે છે
 કે;” ઘણા બધા સહબીયો જંગે કરબલા સમયે જીવતા હતા છતાં તેઓએ પોતાની જાત ને 
દુર રાખી હતી કરબલાની જંગ થી જેથી  ઉમ્મત ને ગુંચવણ અને ખૂના મરકી થી બચાવી
 શકાય.અગર આ લડાઈ હક અને બાતીલ વચ્ચે હોત તો તે સહાબીયો  જે પોતાની ઝીંદગી 
માં કયારેય જેહાદ ને તર્ક કર્યો ન હતો,તેઓએ પોતાના બધા પ્રયત્નો ઈમામ હુસૈન
 અ.સ પાછળ લગાડ્યા હોત”.
                આથી સહાબીયો કરબલા ની જંગ થી દુર રહ્યા કારણ કે તેઓ 
શંકા માં હતા કે હક અને બાતીલ શું છે? અને તેઓ ને ખુના મરકી કરવી ના હતી 
    
જો સહાબીઓ અને તાબેઈન હકીકત માં શંકામાં હતા તો આ હકીકત જાહેર હતી કે 
હ.રસુલે ખુદા સ.અ.વ. એ ઘણી વખત ફરમાવ્યું હતું કે હ.ઈ.હુસૈન અ.સ એ હિદાયત 
નાં ચિરાગ છે અને નજાત ની કશ્તી છે.અને ઈ.હસન અને ઈ.હુસૈન અ.સ જન્નત નાં 
જવાનો ના સરદાર છે.અને આ બન્ને તેના દીકરાઓ છે આયતે મુબાહેલા ના અનુસંધાન 
માં (સુરે આલે ઇમરાન ૩:૬૧)-જયારે તેઓ રસૂલ સ.અ.વ. અને તેમના વાલેદૈન અલી 
અ.સ અને જ.ફાતેમા સ.અ સાથે રહીને નજરાન ના ઈસાઈઓ સામે મુબહેલો કર્યો અને 
તેઓ માટે સમર્પિત થવુ અનિવાર્ય બનાવ્યુ હતું.
વધુ માં પવિત્ર કુરઆન કે જેને મુસલમાનો એ કાફી ગણયું હ.રસુલે ખુદા સ.અ.વ ની રેહલત પછી,તેમાં પણ શંકા નો ઉકેલ આપેલો છે.
“જો તમે ન જાણતા હો તો એહલે ઝીક્ર ને પુછો”  સુ.નહલ આયત ૪૩ ૧૬:૪૩
 આ સર્વ સામાન્ય હકીકત છે કે સુન્ની તફ્સીરકારો એ લખ્યું છે કે ઈ.હુસૈન 
અ.સ એહલે ઝીક્ર માંથી છે.દરેક સદી ના સુન્ની વિદ્વાનોએ આ લખ્યું હતું અને 
બીજી ઘણી ફઝીલતો હ.ઈ.હુસૈન અ.સ વિષે તેઓ ની કિતાબ માં લખેલી છે
શા માટે સહાબીઓ અને તાબેઈનો કે જે હ.ઈ.હુસૈન અ.સ ના ઝમાના માં મૌજુદ હતા
 અને ઘણી બધી હદીસો અને ઘણા  બધા પ્રસંગો નાં ગવાહ પણ હતા તો પછી હ.ઈ.હુસૈન
 અ.સ અને યઝીદ વચ્ચે તફાવત કેમ ન કરી શક્યા ?
વધુમાં હ. રસુલે ખુદા સ.અ.વ ની સ્પષ્ટ સૂચનાઓ મુસલમાનો ને હતી કે હ.ઈ.હુસૈન અ.સ ને સાથ આપવામાં આવે જે નીચેની હદીસ થી સાબિત થાય છે.
        રસુલે ખુદા સ.અ.વ. નાં સહાબી અનસ બિન હરિસ કહે છે મેં અલ્લાહ ના
 રસુલ સ.અ.વ. થી સાંભળ્યું છે કે “ચોક્કસ મારા પુત્ર (હુસૈન અ.સ) ને ઝમીને 
કરબલા માં કત્લ કરવામાં આવશે જે કોઈ  તમારામાંથી તે સમય એ જીવતા હોય તેઓ એ 
જરૂર જવું અને તેની મદદ કરવી
(તારીખે દમિશ્ક ભાગ-૧૪ પેજ નં,૨૨૩)
        શું આ મુસલમાનો એવું સૂચવે છે કે ઉમર બિન સાદ બિન અબી વક્કાસ 
જેને કરબલા માં યઝીદ ના લશ્કરની આગેવાની સંભાળી હતી અને તાબેઈનમાંથી હતો 
અને ઉચ્ચ સહબીનો દીકરો હતો  તેણે ક્યારેય હ.ઈ.હુસૈન અ.સ નાં ફઝાએલ સાંભળ્યા
 ના હતા?અને વધુ માં હ.ઈ.હુસૈન અ.સ તેના દુર ના સગા માંથી હતા તો પછી શા 
માટે તેણે ઈમામ હુસૈન અ.સ સાથે લડાઈ કરી? અગર આ વિશ્વાસ્ઘાત નું ઉદાહરણ નથી
 જે સહાબીઓ અને તાબેઈનો એ કર્યું તો પછી આ શું છે?
        આ બતાવે છે કે એ સાચા અને ખોટા વચ્ચે શંકા હોવી તે કરબલા માં 
સહાબીઓ એ ઈમામ હુસ્સૈન અ.સ ને છોડી દેવાનું સાચું કારણ નથી અને આ સ્પષ્ટ 
વિશ્વાસઘાત હતો જે આપણે ઘણી જગ્યા પર જોયો જેમકે ઔહદ અને હુનૈન માં રસુલે 
ખુદા સ.અ.વ તેમની વચ્ચે હાજર હોવા છતાં કરવામાં આવ્યો હતો.દેખીતી રીતે 
જ્યારે સહાબીઓ એ રસુલે ખુદા સ.અ.વ ની હયાતી માજ તેમને સાથ ન આપ્યો હતો તો 
પછી કેમ આશા રાખી શકાય કે તેમના નવાસા ને તેમની રેહલત ના ૫૦ વર્ષ પછી સાથ 
આપે.
         આથી આપણે સહાબીઓને જવાબદાર ગણીએ છીએ જેઓએ પોતાની ફરજ ન નિભાવી 
અને હ.ઈ.હુસૈન અ.સ ને સાથ ન આપ્યો કરબલા માં અને આજ કારણે તેઓ જ જવાબદાર છે
 હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં
યઝીદ ની ભૂમિકા
        યઝીદ ની ભૂમિકા હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં
અલબત્ત દરેક વ્યક્તિ જેણે કરબલાની જંગ ને વણાંક આપવામાં ફાળો આપ્યો હતો 
છતાં યઝીદ ની ભૂમિકા ગૈરસમજણ વાળી છે તે એ છે કે જેણે હ.ઈ.હુસૈન અ.સ ને 
જુકાવી તેની પાસે બયઅત ની મંગની કરી હતી જેની ઈતિહાસ ઘણી જગ્યાએ ગવાહી આપે 
છે.
        આપણે વાંચીએ છીએ કે ખ્વારઝમી ની કિતાબ મકતલ અલ હુસૈન માં: યઝીદ એ
 લખ્યું;” હુસૈન અ.સ અબ્દુલ્લાહ બિન ઉમર અને અબ્દુલ્લાહ બિન ઝુબૈર ને દબાણ 
કરો કે તેઓ બયઅત કરે અને તેમને છોડતા નહિ”
                         આપને તેજ કિતાબમાં એ પણ જોવા મળે છે કે; 
જ્યારે વલીદ યઝીદનો પત્ર વાંચ્યો અને મરવાન ની સલાહ લીધી આ બાબત તમે શું 
કહો છો ? મારવાને જવાબ આપ્યો અત્યારે જ તેમને બોલાવ અને બયઅત માંગ અને આપડી
 વાત માનવા કહો.અને અગર તેઓ કબુલ કરે તો આપણે તેઓને જવા દઈશું પરંતુ જો તેઓ
 ન માંને તો તેઓને ગિરફ્તાર કરીને અને તેઓ ના માથા ઉડાવી દઈશું.
        આ સ્પષ્ટ છે કે યઝીદે બયઅત માંગીને હ.ઈ.હુસૈન અ.સ ને શહીદ 
કરવાની ઘટનાનો પાયો નાખયો.બીજા બધા બહાનાઓ જેવા કે શિયાઓએ ઈ.હુસૈન અ.સ ને 
કત્લ કર્યા અને ઈ.હુસૈન અ.સ એ યઝીદ સામે બળવો કર્યો  વગેરે પાયાવિહીન છે 
અને આ બધા યઝીદ નાં કરતૂતો ને છુપાવવા માટે છે જે ખરેખરમાં વાસ્તવિક 
ગુનેહગાર છે
                યઝીદ નો પત્ર ઉબેદુલ્લાહ બી ઝ્યાદ (લા.અ):
        આપણે મતાલીબ અલ સૂઆલ  માં વાંચ્યું કે;  ઇબ્ને ઝ્યાદે ઈમામ 
હુસૈન અ.સ ને લખ્યું કે મને માહિતી મળી છે કે તમે કરબલા માં આવ્યા છો અને 
યઝીદે કહ્યું છે કે તમને કત્લ ન કરું, અગર તમે તેની અને મારી સત્તા ને 
સ્વીકારો તો.
  જલાલુદ્દીન સીયુતી તારીખ અલ ખોલાફા માં લખે છે;
        યઝીદે પોતાના ઈરાક ના ગવર્નર ઉબેદુલ્લાહ બિન ઝ્યાદ ને લખ્યું કે
 મારો હુકમ છે કે ઈ.હુસૈન અ.સ.થી જંગ કરો તેથી  ઇબ્ને ઝ્યાદે ૪૦૦૦ સૈનિકો 
નું લશ્કર ઉમર બીન સાદ બિન અબી વક્કાસ ની નિગરાની માં મોકલ્યું
                ઝહ્બી  સૈયાર અલ આલમ અલ નોબાલા ભાગ-૩ પેજ ૩૦૫ પર લખે 
છે; મોહમ્મદ ઇબ્ને અલ ઝહાક પોતાના પિતા થી નકલ કરે છે; જ્યારે ઈ.હુસૈન અ.સ એ
 કુચ કરી ત્યારે યઝીદે પોતાના ગવર્નર ઇબ્ને ઝ્યાદ ને લખ્યું કે ઈ.હુસૈન અ.સ
 એ કુફા તરફ કુચ કરી છે અને તે તારા દિવસો માટે ખતરા રૂપ છે નહિ કે બીજાના 
માટે તારા રાજ્ય માટે નહિ કે બીજાના રાજ્ય માટે અને તારા માટે નહિ કે બીજા 
ગવર્નરો માટે તે સમયે તું આઝાદ હોઈશ અથવા તું ગુલામ બનાવી લેવામાં અવિસ 
 એટલા માટે ઇબ્ને ઝ્યાદે તેમને કત્લ કર્યો યઝીદ નાં ઇશારે અને તેનું સર 
યઝીદ ને મોકલી આપ્યું.
         ઇબ્ને ઝ્યાદ પોતે કબુલે છે કે તેને ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા યઝીદ નાં હુકમ થી 
તારીખે કામિલ ભાગ-૪ પેજ-૧૧૨ પર આપણ ને જોવા મળે છે કે યઝીદે ઉબેદુલ્લાહ 
ઇબ્ને ઝ્યાદ ને લખ્યું હતું; કે મારો હુકમ છે કે મદીના તરફ કુચ કર અને 
અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર ને મક્કા માં ઘેરી લે, ઇબ્ને ઝ્યાદે જવાબ આપ્યો કે 
હું આ બંન્ને વસ્તુ ફસિક ને(યઝીદ ને) નથી આપી શકતો, હ.રસુલે ખુદા સ.અ.વ નાં
 નવાસા ને કત્લ કર્યા બાદ હવે હું કાબા ની બેહુરમાતી કરવા નહિ જાવ,
        ઇબ્ને અબ્બાસ ની ઝુબની કે યઝીદે ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા 
આપણે તારીખે કામિલ માં વાંચ્યું કે યઝીદ નાં પત્ર નાં જવાબ માં લખતા કહે
 છે કે .............તે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા ને સાથે બની અબ્દુલ 
મુત્તલીબ નાં જવાનો ને જેઓ હિદાયત નાં ચિરાગ અને ચમકતા તારાઓ હતા તારું 
લશ્કર એ તેઓ તરફ કુચ કરી તારા હુકમથી,
  અબ્દુલ્લાહ બિન ઉમર ની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા 
        આપણે મક્તલ અલ હુસૈન માં વાંચીએ છેં કે ઇબ્ને ઉમરે યઝીદ ને 
લખ્યું કે શું તારું દિલ હજી સુધી કાળું નથી થયું તે પયગંબર સ.અ. નાં 
ઘરવાળાઓ ને કત્લ કર્યા ?
મોઅવિયા બિન યઝીદ ની જુબાની કે તેના પિતા યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા 
         અપણે હયાતુલ હય્વાન માં વાંચ્યું કે જ્યારે યઝીદ નો પુત્ર 
મોઆવિયા ગાદી(સત્તા) પર આવ્યો તેને તેના પહેલા ખુત્બા માં કબુલ કર્યું કે 
આપણે એ બાબતે ચોક્કસ છીએ કે યઝીદે ખોટું કર્યું,તેને પયગંબર નાં ખાનદાન ને 
કત્લ કર્યું,શરાબ ને હલાલ કર્યું અને કાબા ની બેહુરમતી કરી
યઝીદ ની પોતાની કબુલાત કે તેને પયગંબર સ.અ.વ નાં ખાનદાન ને કત્લ કર્યું 
                આપણે શર્હ અલ ફીકહ અલ અકબર માં વાંચ્યું કે ઈમામ હુસૈન 
ના કત્લ પર યઝીદ એ જાહેર કર્યું કે મેં બદલો લીધો મારા સગા વહાલા ઓનો જે 
બદ્ર માં કત્લ થયા હતા પૈગંબર સ.અ.વ નાં ખાનદાન ને કત્લ કરીને.
        શાહ અબ્દુલ અઝીઝ ની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા 
                જયારે શામ અને ઈરાક નાં  ઝાલીમ લોકોએ યઝીદ નાં હુકમ થી 
અને બુગ્ઝ અને ફસાદ ના સરદાર ઇબ્ને ઝ્યાદે ના પ્રયત્નો થી ઈમામ હુસૈન અ.સ 
ને શહીદ કર્યા............... (તોહફે ઇસ્નાઅશરી ઉર્દુ પેજ -૮ કરાચી થી 
પ્રકાશિત થયેલ )
        શાહ અબ્દુલ હક અલ દેહલવી ની ગવાહી કે યઝીદે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા 
       આપણે વાંચ્યું અસ શીઆત અલ લામાત ભાગ-૪ પેજ-૬૨૩ બાબ મનાકીબે કુરૈશ
 માં; તે અયોગ્ય છે કે કોઈ એમ કહે કે યઝીદે હુસૈન ને કત્લ નથી કર્યા જ્યારે
 કે યઝીદે ઇબ્ને ઝ્યાદ ને હુકમ આપ્યો હતો ઈમામ હુસ્સૈન અસ ને કત્લ કરવા 
માટે
     ઈમામ ઝહાબી ની ગવાહી કે યઝીદે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા
        ઈમામ ઝહાબી પોતાની કિતાબ તારીખુલ ઇસ્લામ ભાગ-૫ પેજ-૩૦ માં કહે 
છે; હું કહું છુ જયારે યઝીદે મદીના ના લોકો સાથે જ કઈ કરવાનું હતું  તે 
કર્યું અને હુસૈન ને કત્લ કર્યા અને તેના ભાઈઓ અને ઘરવાળાઓ ને અને યઝીદ 
એશરાબ પીધી અને હરામ કાર્યો બજાવ્યા લોકો એ  તેનાથી નફરત કરી અને તેની 
વિરુદ્ધ ઉભા થયા એક કરતા વધારે વખત અલ્લાહ તેના જીવન ને મુબારકના  બનાવી 
 અને અબુ બીલાલ મીરદાસ બિન  અદયા અલ હન્ઝલી તેની વિરુદ્ધ ઉભો થયો .
        ઇબ્ને ખલ્દુન ની ગવાહી કે યઝીદે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા 
        યઝીદ નો સાથ આપવો ઈ.હુસૈન અ.સ નાં કત્લ બાબતે તે જાએઝ નથી,બલકે 
 હુસૈન નું કતલ યઝીદ નું કાર્ય છે તે સાબિત કરે છે કે યઝીદ ફાસિક છે અને 
હુસૈન શહીદ છે
        (અલ મુક્કાદેમાં લે.ઇબ્ને ખલ્દુન પે-૨૫૪)
        ઇબ્ને કસીર ની ગવાહી કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા 
        જ્યારે હી.સ. ૬૩ ની ઘટનાઓ ની ચર્ચા કરતા હતા ઇબ્ને તેય્મીય્યાહ નો વિદ્યાર્થી ઇબ્ને કસીર કહે છે :
        પેહલે થી જ ઉલ્લેખ થયેલ છે કે યઝીદે ઈ.હુસૈન અ.સ ને તેમના 
સાથીદારો ની કતલ કર્યા ઉબેદુલ્લાહ ઇબ્ને ઝ્યાદ વડે (અલ બીદાયાહ વન નીહાયાહ 
ભાગ-૮ પેજ-૨૪૩)
        કાઝી સનાઉલ્લાહ પાનીપતી ની ગવાહી કે યઝીદે ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા 
        કાઝી સનાઉલ્લાહ પાનીપતી(મૃત્યુ- હી૧૨૨૫) તેરમી સદી ના સુન્ની 
વિદ્વાન હતા જેણે શાહ વલીયુંલ્લાહ દહેલ્વી (મૃત્યુ-હી૧૧૭૬) ની નીચે અભ્યાસ 
કર્યો હતો જ્યારે તેનો પુત્ર શાહ અબ્દુલ અઝીઝ મોહદ્દીસે દહેલ્વી 
(મૃત્યુ-હી૧૨૩૯) તે કાઝી સનાઉલ્લ્હ ને તેના ઝમાના ના બેહકી કેહતા તેઓ 
મિર્ઝા મઝહર જાન એ જાનાંન(મૃત્યુ-હી૧૧૯૫) નાં ખલીફા હતા જે કાઝી સનાઉલ્લાહ 
ને અલમુલહોદા કેહતા હતા.
        તેની કુરઆન પર ની તફસીર,તફ્સીરે મઝહરી મુસલમાનો વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે તેથી તેના વિચારો યઝીદ વિષે ખુબજ પ્રમાણભૂત છે .
સુરે નુર આયત-૫૫
وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
 “અને જે કોઈ તે બાદ પણ કૃધ્નતા કરશે તો બસ એજ નાફરમાન રહેશે”
આ આયત ની તફસીર માં તે લખે છે કે શક્ય છે કે આ આયત યઝીદ બિન મોઆવિયા ને 
લાગુ પડે છે જેને પયગંબર સ.અ.વ. નાં નવાસા અને તેના સાથીઓ ને જેઓ પયગંબર 
સ.અ.વ. ના ઘરાના ના હતા તેમને શહીદ કર્યા
(તફ્સીરે મઝ્હરી ઉર્દુ ભાગ-૮ પેજ-૨૬૮)
તે એ પણ લખે છે કે
        યઝીદ અને તેના સાથીઓ એ કુફ્ર કર્યું અલ્લાહ ની નએમતો નું તેઓ 
પોતાનો મકસદ ખાનદાન એ પયગંબર સ.અ.વ સાથે બુગ્ઝ રાખવું સમજતા હતા તેઓએ 
ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા અન્યાય થી,યઝીદએ પયગંબર સ.અ.વ. નાં દિનમાં કુફ્ર
 કર્યું,તે હદ સુધી કે ઈ.હુસૈન અ.સ નાં કત્લ થવા પર નીચે ની પંક્તિઓ પડી;
        “ક્યા છે મારા પૂર્વજો તેઓ આવે અને જુવે કે મેં કેવો બદલો લીધો 
પયગંબર સ.અ.વ નાં ખાનદાન  અને બની હાશિમ થી અને છેલ્લા વાક્યો હતા હું 
ખાનદાને જનદબ માંથી ન હોત જો મેં ખાનદાને અહમદ નો બદલો ન લીધો હોત જે કઈ 
તેઓ એ કર્યું હતું તેના બદલા માં. (તફ્સીરે મઝ્હરી ભાગ-૫ પેજ-૨૭૧ 
સુ.ઈબ્રાહીમ ની તફસીર ૧૪:૨૯)
        યઝીદ નો ફક્ર ઈમામ હુસૈન ના કત્લ પર 
        ઇબ્ને અસાકીર લખે છે......જ્યારે ઈ.હુસૈન અ.સ નું સર યઝીદ ની 
સામે લાવવામાં આવ્યું ત્યારે તે ઇબ્ને ઝુબાયરી નાં અસ્શાર પડ્યો “કાશ  કે 
મારા બદ્ર નાં પૂર્વજો હોત તો તે જોતે અલ ખજરજનો(કબીલો) ખૌફ જયારે ભલાઓ 
વાગ્યા “
(અલ્બીદયા વલ નીહાયાહ ભાગ-૮ પેજ-૨૦૪ )
       વધુ માં અપડે વાંચીએ છેં ;
          અલ કાસીમ બિન બક એ કહ્યું;જયારે ઈમામ હુસૈન અસ નું સર યઝીદ 
બિન મુવાવીયાહ ની સામે મુકવામાં આવ્યું તો તેણે પોતાની લાકડી આપ અ.સ ના દાત
 પર મારીને કહ્યું;હુસ્સૈન અ,સ અને મારું ઉધારણ હુસ્સૈન બિન હમ્મામ અલ મારી
 ના કથન જેવું છે જે  કહે છે;આહ તલવારો તે માથાઓ ને કાપી નાખે છે જે અમને 
નુકસાન પહોચાડવાની કોશીસ કરી છે અને તેઓ ખુબજ નાફરમાન અને ઝાલીમ હતા.
(અલ બીદાયાહ વલ નીહાયાહ ભાગ -૮ પેજ ૨૦૯ )
        કોન્સેનસસ(સર્વસંમતી) કહે છે કે યઝીદે ઈ.હુસૈન ને કત્લ કર્યા 
        અલબત મુસ્લિમો જે યઝીદ ને સાથ આપે છે,પરંતુ ઈતિહાસ ના નિષ્પક્ષ 
વિદ્યાર્થીઓ માં કોઈ શંકા નથી કે ઈ.હુસૈન અ.સ ના કત્લ ની જવાબદારી યઝીદ 
એકલા પર છે,આ હકીકત ને ગમે તેટલા જુઢા પ્રચાર પ્રોપેગેન્ડા કે શિયા 
વિશ્વાસઘાત નાં બહાના દ્વારા બદલી શકાય નહિ.
        નીચેની પ્રખ્યાત સુન્ની કિતાબો માં સ્પષ્ટ લખેલું છે કે યઝીદે ઈ.હુસૈન અ.સ ને કત્લ કર્યા
(૧) મક્તલુલ હુસૈન અલ ખારઝમી ભાગ-૨ પેજ-૮૦ પ્રકરણ ૯
(૨) તારીખે યાકુબી ભાગ-૨ પેજ-૨૯૯ ઝીકરે યઝીદ
(૩) મતાલીબ અલ સૂઉલ ભાગ-૨ પેજ-૨૬
(૪) નુર અલ અબ્સાર પેજ-૧૩૯ 
(૫) અલ બીદાયાહ વલ નિહાયાહ પેજ-૨૧૯
(૬) ઝીક્ર ૬૩ હી.સ તારીખ અલ કામિલ ભાગ-૪ પેજ-૬૯
(૭) તારીખ અલ તબરી- પેજ-૪૦૮ ઝીક્ર ઇબ્ને ઝ્યાદ
(૮) અખબાર અલ તીવાલ પેજ-૩૮૪
(૯) તાઝ્કેરહ અલ ખવાસ પેજ-૧૫૯
(૧૦) હયાત અલ હયવાન ભાગ-૧ પેજ-૮૮
(૧૧) તારીખ અલ ખમીસ –ભાગ-૨ પેજ-૩૦૧
(૧૨) અલ સવાએકે મોહર્રેકા પેજ-૧૩૪
(૧૩) શર્હે અલ ફકીહ અલ અકબર પેજ-૭૩
(૧૪) તોહફે અલ ઈશનાઆશારીયાહ ભાગ-૧ પેજ-૬
(૧૫) અલ શીઆહ અલ લામાંત ભાગ-૪ પેજ-૬૨૨ બાબ મનાકીબે કુરૈશ .
(૧૬) શઝારત અલ ઝહબ ભાગ-૧ પેજ-૬૯  ઝીક્ર ૬૧ હી.સ
(૧૭) તફ્સીરે મઝ્હરી ભાગ-૫ પેજ -૨૧ ભાગ-૧૩ સુરે ઈબ્રાહીમ
(૧૮) અકાએદ અલ ઇસ્લામ પેજ-૨૩૨ મૌલાના અબ્દુલ હક્ક હક્કાની
(૧૯) ઈમામે પાક ઔર યઝીદે પલીદ પેજ-૮૮
(૨૦) અકાએદ એ નફસી પેજ-૧૧૩
(૨૧) શર્હ અલ મકાસીદ ભાગ-૨ પેજ-૩૦૯
(૨૨) નુઝુલ અલ અબરાર પેજ-૯૭
(૨૩) ઈરફાન અલ શરીયાહ ભાગ-૨ પેજ-૨૧
(૨૪) અલ ફતાવા મૌલાના અબ્દુલ હય.પેજ-૭૯
(૨૫) શહીદે કરબલા પા-૧૧,12 મુફ્તી મોહમ્મદ શાફી
        ઈરફાને શરીયાહ માં યઝીદને ખુલ્લો પાડવામાં આવ્યો છે 
         યઝીદે રસુલ સ.અ.વ નાં દિલનો એક ટુકડો તોડી નાખ્યો,તેમને ત્રણ 
દિવસ ભૂખ્યા રાખ્યા અને પછી કત્લ કર્યા તેના સાથીદારો ની સાથે,પછી તેને 
હુકમ આપ્યો કે તેમની શહાદત પછી ઘોડાઓ ધ્વારા તેમના શરીર ને પાયમાલ કરવામાં 
જેના કારણે તેમનું શરીર ટુકડે ટુકડે થઇ ગયું પછી તેનું સર ને નેઝા પર 
ઉપાડવામાં આવ્યું,આ તે સર હતું જેને પયગંબર સ.અ.વ ચૂમતા હતા,પછી આ સર ને 
બેશરમી ની સાથે ઘણી જગ્યા એ ફેરવાવવા માં આવ્યું હતું, તેના ઘરવાળા ઓ ને 
કૈદ કરવામાં આવ્યા અને યઝીદ સામે લાવવામાં આવ્યા હતા, લાનત છે તેના પર જે આ
 કાર્ય ને ધિક્કારે નહિ.
          યઝીદ ને લાનત કરવુ જયેઝ હોવું કારણ કે તેની ભૂમિકા હતી ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં 
        જો યઝીદ ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવા માટે જવાબદાર ન હોત તો પછી 
ઘણા મુસ્લીમ વિધવાનો જેમાં ઘણા પ્રખ્યાત  સુન્ની ઇમામો નો સમાવેશ થાય છે 
જેમ કે ઈમામ એહમદ બીન હમ્બલ, ઈમામ અબુ હનીફા,ઈમામ માલિક બિન અનસ અને ઈમામ 
શાફેઈ એ રજા ન આપી હોત યઝીદ પર લાનત કરવાની
        યઝીદ ની ભૂમિકા કરબલા પેહલા અને કરબલા પછી :
        ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવાનું કામ એક અઠવાડિયા નું ના હતું જેની 
શરૂઆત અને અંત કરબલા માં થઇ. મદીના માં બયઅત તલબ કરવી મારવાન ની ધમકી, યઝીદ
 નું નોમાન બિન બશીર ને બદલી ઇબ્ને ઝ્યાદ ને રાખવું, સાથે સાથે સુચના આપવી 
જરૂર પડે તો ઈ.હુસૈન અ.સ ને કત્લ કરી નાખવા વગેરે બતાવે છે કે ઈ. હુસૈન અ.સ
 ને કત્લ કરવા માટે પેહલે થી જ નક્કી થયેલું અને સુઆયોજિત હતું
        અગર આપને તે દલીલ ને કબુલ કરીએ કે ઈ.હુસૈન અ.સ શિયાઓના 
વિશ્વાસઘાત નાં શિકાર બન્યા તેના કરતા કે અબુ સુફયાન મરવાન અને ઝ્યાદ ના 
ઝુલ્મ ના કારણે તો આ ફક્ત કુફા અને કરબલા ના બનાવ સમજાવે છે,  મદીના અને 
શામ ની સફર ના બનાવો આહ દાવાઓ ને જુઠા સાબિત કરે છે કે શિયાઓ એ ઈમામ હુસૈન 
અ.સ કત્લ કર્યા.
        નીચેના બનાવો જે સીરીયા માં થયેલ છે તે સ્પષ્ટ પણે જાહેર કરે છે
 કે યઝીદ ની ભૂમિકા હતી ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવામાં,અને એમાં કોઈ નિશાની 
નથી કે કોઈ શિયા તેમાં જવાબદાર હોય
૧,ઈમામ હુસૈન અ.સ ના સર ની બેહુરમતી
        ઇબ્ને જવ્ઝી પોતાની કિતાબ અલ રદ અલઅલ મુતાસીબ અલ અનિદ અલ માનએ લે ઝામ્મે યઝીદ પેજ-૫૮
        ઇબ્ને અબી દુનિયા નકલ કર્યું છે સલામાહ બિન શબીબ થી તેને અલ 
હુમૈદી થી તેણે સુફિયાન થી  તેણે સલીમ બિન અબી હફ્શા થી તેણે હસન અલ બસરી 
થી :-
        યઝીદ બિન મોઆવીયાહ છડી મારતો હતો તે જગ્યા એ જ્યાં અલ્લાહ ના પયગંબર સ.અ.વ બોસા દેતા હતા કેવું શરમનાક છે
        (૨) પયગંબર સ.અ.વ નાં ખાનદાન વાળાઓ નું અપમાન
ઇબ્ને ઈમાદ હમ્બ્લી પોતાની કિતાબ શાઝારત અલ ઝહબ ભાગ-૧ પેજ -૬૧
        જ્યારે ઈમામ હુસૈન અ.સ ને કત્લ કરી તેનું સર તેમના ઘર ની 
સ્ત્રીઓ અને પુત્ર ઈમામ ઝૈનુંલઆબેદીન અ.સ. ને શામમાંબંદી બનાવી લઇ જવામાં 
આવ્યા હતા. અલ્લાહ તેઓ ને નાબુદ કરે અને ધિક્કારે જેઓ એ આ કાર્ય કર્યું જેઓ
 એ આ હુકમ આપ્યો અને જેઓ આ કાર્ય થી રાજી હતા
        (૩) ઈદ જેવી ઉજવણી
        ઈતિહાસ બતાવે છે કે ઈદ જેવી ઉજવણી શામ માં થઇ ઈ.હુસૈન અ.સ ના 
કત્લ પર અને બાળકો ની હાલત પર અને ઈમામ ના ઘર ની બીબીઓ ની હાલત પર તેઓ એ 
ખુશી મનાવી.
        બધા સીરીયા ના બનાવો ખાસ કરીને યઝીદ ના દરબાર નો બનાવ દા.ત ઈમામ
 હુસૈન અ.સ ના સર ની બેહુરમતી ઈમામ અ.સ ના ઘર ના સભ્યો ની સાથે બદવયવહાર જે
 યઝીદ કરતો હતો અને દુર સુધી કોઈ પણ નિશાની શિયા ઓની જોવા મળતી નથી અને 
તેવીજ રીતે મદીના અને કરબલાના બનાવો માં પણ શીઓં ની કોઈ નિશાની ના હતી.
          શિયા ઓ કોણ છે?
        જો કે આ મુસ્લિમો તેના આક્ષેપો થી પર નહિ આવે અને શિયાઓ પર 
આક્ષેપ કરશે તેના સરદારો ના કાર્યો પર તે માટે જરૂરી છે કે તેના સવાલો ના 
જવાબો એ રીતે આપવામાં આવે કે તેઓને તેના બધા આક્ષેપો પડતા મુકવા પડે
        શિયા એ છે કે જે અલ્લાહ ને એક માને (તૌહીદ) નબી હ.રસુલે ખુદા 
સ.અ.વ ની નાબુવ્વત માં માને અને ખુદા એ નિયુક્ત કરેલા ઇમામો અ.સ ની ઇમામત 
માં માને.જ્યાં સુધી તે આહ અકીદાઓ પર મક્કમ છે ત્યાં સુધી તે શિયા છે અગર 
જો તે એક ને પણ ન માને તો તે દિન ની બહાર નીકળી જશે અને શિયા નહિ કેહવાય.
        જેઓ એ ઈમામ હુસૈન અ.સ ને કરબલા સાથ નથી આપ્યો તેઓ ને શિયા ન 
કેહવાય જેમકે જેઓ જંગે સીફ્ફીન માં મૌલા અમીરુલ મોઅમેનીન અ.સ ની વિરુદ્ધ 
માં થઇ ગયા હતા પાછળ થી ખારજી કેહવાણા.આથી એવો દાવો કરવો ક શીઓં એ ઈમામ 
હુસ્સૈન અ.સ ને કતલ કાર્ય છે તે હુલ ભરેલું છે. આ લોકો ત્યાં સુધી શિયા હતા
 જ્યાં સુધી બયઅત પર બાકી રહ્યા જ્યારે તેઓ એ બયઅત તોડી નાખી અને તેઓની 
વિરુદ્ધ લડ્યા તેઓ એ શિયા તરીકે ની ઓળખ ગુમાવી, અને તેઓ એની જેવા છે જેવા 
કે બીજા મુસ્લિમો યઝીદ નાં લશ્કર માં હતા ,વધુ માં શિયા હોવાની વધુ એક 
વ્યાખ્યા ઈમામ અલી ઇબ્ને તાલિબ અ.સ એ આપી
        “અગર જો હુ આ તલવાર નો વાર એક મોમીન (શિયા)ના નાક પર કરું તેથી 
તે મને નફરત કરે, તો પણ મને નફરત નહિ કરે અને અગર જો હું દુનિયા ની બધી 
દૌલત મુનાફિક ની સામે ઢગલો કરી દવ તેથી તે મને ચાહે તો પણ તે મને ચાહશે 
નહિ, કારણકે આ વાત રસુલે ખુદા સ.અ.વ મેં ફરમાવી છે અય અલી તારો માનવાવાળો 
ક્યારેય તારી નફરત નહિ કરે અને મુનાફિક ક્યારેય તને ચાહશે નહિ (નહ્જુલ 
બલાગાહ હિકમતન નં ૪૫)
        આ અને આવી બીજી હદીસો પ્રમાણે શિયા ઝરા બરાબર પણ શંકા કરે તેના 
ઈમામ પર તો તેના ઈમાન થી ખારીજ થઇ નીફક ની હદો માં પહોચી જશે,આ હદીસે મૌલા 
અલી અ.સ પ્રમાણે શિયા ઝર્રા બરાબર નફરત અને મતભેદધરાવશે નહિ પોતાના ઈમામ થી
 ભલે પછી કોઈ પણ વિકૃત પ્રસંગે અને હુમલાના સમયે પોતાના ઈમામ ને જંગ માં 
એકલા છોડશે નહિ.
        કુફા ના કહેવાતા શિયાઓ એ પુરજોશ માં આગળ પડતો ઈ.હુસૈન અ.સ અને 
તેના સાથીઓ પર હુમલો કર્યો તેથી તેઓ ને શિયા કહેવાય નહિ,બલકે તેઓં મુનાફિક 
છે અને તેઓને ફિતના અને શંકા ફેલાવનાર સિવાય બીજું કઈ ના કહી શકાય.એહ્લેબિત
 અ.મુ.સ. નાં ચાહવાવાળાઓ ને વધુ ખ્યાલ છે કે કોણ શિયા છે અને બીજાઓ ને શિઆઓ
 ની ઓળખ આપવાની જરૂર નથી.
કુફા ના મુસલમાનો:
        હ.અમીરુલ મોઅમેનીન અલી બિન અબીતાલીબ  અ.સ ની હુકુમત ની 
રાજ્દ્ધાની હોવાના કારણે જંગ એ જમાલ પછી કુફા નું કેન્દ્ર સ્થાન ગણાતું અને
 બની ઉમય્યા ના વિરોધ નું ઉદ્ભવ સ્થાન હતુ છતાં ઘણા મુસ્લિમો એવા હતા જેને 
કોઈ પણ પણ પક્ક્ષ ની બય્યત કરી ના હતી અલ્વી કે ઉસ્માની, તેઓ મુસલમાનો ના 
પ્રવાહની સાથે જોડાઈ જતા તેઓ એ અબુબક્ર ઉમર અને ઉસ્માન અને ત્યાર બાદ અલી 
અ.સ ની બયઅત કરી દરેક વખત ની જેમ ,તેઓને અલી અ.સ સાથે  કોઈ ખાસ ચાહના અથવા 
લગાવ ન હતો જેથી તેમને તેના શિયા કહી શકાય.જેઓ શિયા તરીકે ગણાતા હતા તેઓ પે
 પણ  ઈમામ અ.સ ને ભરોસો ન હતો કારણ ક તેઓ નું ઈમાન કાચું હતું બીજા 
મુસ્લિમાનો ની જેમ, તેઓ નું ઈમાન સૌથી વધુ બોલી બોલનાર નાં કબ્જા માં હતું 
કારણ કે મોઆવિયા સૌથી મોટી બોલી બોલતો હતો તોહ આહ કેહ્વતા શિયાઓ કુફામાં 
રહેતા હતા પરંતુ મૌવીયાહ ના ઈશારા પર કામ કરતા હતા અને અને પછી થી યઝીદ અને
 ઉબેદુલાહ બિન ઝ્યાદ નાં કહેવા પ્રમાણે
        આ સૌથી મોટો પડકાર હ. અલી અ.સ અને  તેમના ફર્ઝંદ ઈમામાં હસન બીન
 અલી અ.સ એ સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમના આ કહેવાતા શિયાઓ ને મૌવીયાહ
 વિરુધ ધકેલવા માં તેમના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા.
        તેથી શિયાઓ પર વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરવો જેના લીધે ઈ.હુસૈન
 અ.સ પર મુસીબતો પડી તે પાયાહીન છે આ હકીકી શીયાઓનો તેમાં કોઈ ભાગ ન હતો 
કારણ કે તેઓએ ક્યારે પણ વિશ્વાસઘાત કર્યો ના હતો અને હ.ઈ.હુસૈન અ.સ કુફા ની
 ઘટનાઓ સારી રીતે જાણતા હતા જેમ જેમ તે કુફાની નઝદીક આવતા હતા.
        કરબલાના શિયાઓ 
        આ મુસ્લિમો જેઓ શિયાઓ નો વિશ્વાસઘાત ની વાત કરે છે તેઓ ભૂલી જાય
 છે કે ઈ.હુસૈન અ.સ પાસે સાચા શિયાઓ ની એક નાનો સમૂહ હતો જે બહાદુરીની સાથે
 યઝીદ ના લશ્કર સામે કરબલામાં લડ્યા તેઓ જ શિયા હોવાના લાયક છે અને ઈ.હુસૈન
 અ.સ અને બીજા અહલેબત ના બીજા ઇમામો અ.સ એ તેઓને શિયા કહ્યા છે.
        હવે જો આપણે મુસ્લિમોનો તરફ થી રજુ થતી શિયાઓ પર વિશ્વાસ ઘાત ની
 દલીલ ગણીએ તો શિયાઓ તો યઝીદ ના લશ્કર માં પણ હતા અને ઈ.હુસૈન અ.સ ના લશ્કર
 માં પણ હતા તો પછી આ કઈ નહિ પરંતુ બે શિયા સમૂહો વચ્ચે ની જંગ ગણાય છતાં 
કોઈ પણ ઇતિહાસકારે આવું તારણ કાઢ્યું નથી.અને આવું તારણ કાઢવું કે શિયાઓ 
પ્રત્યે ની  દુશ્મનાવટ અને ઇસ્લામિક ઈતિહાસ ની સાવ ઓછી સમજણ બતાવે છે.
        ઈમાન નો આધાર વર્તમાન પર છે નહિ કે ભૂતકાળ પર 
        ઇન્સાન ને તેના વર્તમાન કઈ બાબત પર ઈમાન રાખે છે તેના પરથી 
ઓળખવામાં આવે છે નહિ કે ભૂતકાળમાં કઈ બાબત પર ઈમાન રાખતો હતો. ઇબ્લીસ એક 
સમયે ફરિશ્તા નો સરદાર હતો અને અલ્લાહ ની ઈબાદત  કરવામાં આગળ હતો પરંતુ 
અલ્લાહ ની નાફરમાની કરી એટલે અત્યારે તેને અલ્લાહ નો  ઈબાદત ગુઝર તરીકે 
કુરઆન અને સુન્નતમાં નથી વર્ણવામાં આવ્યો. સામાન્ય મુસલમાન અબુબકર ઉમર અને 
ઉસ્માન ને નાસ્તિક નથી ગણતા ભલે ઇસ્લામ આવ્યા પેહલા તેઓ મૂર્તિપૂજકો માં 
મોખરે હતા .
        જેમકે કુરઆન માં તાલુત અને જાલુત નો વાકેઓ (બનાવ) સુરે બકરહ આયત ૨૪૯ મા આપણે જોઈએ છે.
“ પછી જે વેળા તાલૂત લશ્કર લઈને (એલીયાથી) ચાલ્યો ત્યારે તેણે કહ્યું કે
 બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરનાર છે, પછી જે તે 
(પાણી)માંથી પી લેશે તે મારો નથી, અને જે તેને ચાખશે નહિ તે ખરેખર મારો છે,
 સિવાય કે જે પોતાના હાથે (એક) ઘૂંટડા જેટલું પી લેશે, આ છતાં તેઓમાંથી 
(ગણતરીના) થોડાક (લોકો) સિવાય સઘળાઓએ (મનાઈ કરેલું પાણી) પી લીધું;
તેઓ બધા જેઓ એ નદીમાંથી પાણી પીધું અને તેઓ ની બહુમતી હતી છતા તેઓ હવે 
તાલુત ના સાથીઓ ના રહ્યા અને તેઓને તાલુત નાં માનવાવાળા ન ગણાય.
તેવીજ રીતે જેઓ એ ઈમામ હુસૈન અ.સ ને કુફા માં છોડી અને યઝીદ ની સાથે થઇ 
ગયા તેઓ ને શિયા ન કેહવાય, જેઓ યઝીદ ના લશ્કર માં ભળી ગયા અને જે બધા 
લક્ષણો યઝીદ ના લશ્કર માટે લાગુ પડે તે બધીજ બાબતો આ કહેવાતા શિયાઓ ને લાગુ
 પડે છે
આપણ ને એ જોવા નથી મળતું કે મુસ્લિમો તલ્હા અને ઝુબૈર નાં પર વિશ્વાસઘાત
 નો આક્ષેપ કરે જયારે ક તેઓ એ તેમની બય્યત તોડી  ખુબજ ઘાતક લડાઈ કરી તેના 
મૌલા અને ઈમામ અલી બિન અબીતાલીબ અ.સ સામે જેના પરિણામે હજારો મુસલમાનો ના 
મૃત્યુ થયા, તેથી શિયાઓ નું બહાનું આપવું કુફા અને કરબલા ના બનાવ માં કઈ 
નથી પરંતુ મુસલમાનો ને ગેરમાર્ગે દોરી યઝીદ ની ભૂમિકા છુપાવી છે ઈ.હુસૈન 
અ.સ ને શહીદ કરવામાં .
યઝીદ નું લશ્કર શિયા ન હતું 
          અંતમાં તે સારું રેહશે કે ઈમામ હુસૈન અ.સ નો કાતીલો જેઓ 
પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે શામિલ હતા તેનું ઈમાન તપાસીએ, જો તેઓ 
એહલેબૈત ને માનવા વાળા હોય તો તેઓ શિયા છે નહીતર તેઓ મુસ્લિમો છે જેઓ 
સુન્નત પર માનવા નો દાવો કરે છે
૧,યઝીદ બિન મોઆવિયા(લા.અ)
કોઈ શંકા ને સ્થાન નથી કે સૌથી મોટો ફાળો ઈમામ હુસૈન 
અ.સ નું ખૂન વહેવડાવવામાં યઝીદ બિન મોઆવિયા લ.અ.હતો તેજ મુખ્ય હિમાયતી હતો 
અને તેની દુશમની અને તેના કબીલા વાળા ની દુશ્મની હતા બની હશીમ સાથે ના બે 
અલગ રસ્તા ના હતા આ સંજોગો હેઠળ તે એહલેબૈત અ.સ. નો શિયા ના કેહવાય  અને ના
 તેવું કેહેવ્ડવું પસંદ કરતે.
(૨)ઈમામ હુસ્સૈન અસ ની કતલ કરવાની હિંમત ના હોવાના કારણે યઝીદ એ એટલે 
ઉબેદુલ્લાહ ને આ કાર્ય સમાતાએ લીધો  જેવી રીતે તેના પિતા મોઆવિયા એ 
ઉબેદુલ્લાહ ના પિતા ઝ્યાદ ને ઈ.હસન અ.સ નો મુકબલો કરવા સોપ્યું હતું.ઝ્યાદ 
નું ખાનદાન એહલેબૈત અ.સ સાથે કટ્ટર દુશમની રાખતું હતું તો પછી અહી સવાલ જ 
ઉભો ન થાય કે તેઓ શિયા ને એહલેબૈત અ.સ. હતા
(૩)ઉમર બિન સાદ લા.અ
ઉબેદુલ્લાહ માં પણ એટલી હિંમત ન હતી કે ઈ.હુસૈન અ.સ ની સાથે મુકાબલો કરે
 એટલે તેને આ કાર્ય ઉમર બિન સાદ ને સોપ્યુ,તેને પણ શિયા ન કેહવાય કારણ કે 
તેના પિતા સાદ બિન અબીવક્કાસ એ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની
 બયઅત કરી ના હતી જ્યારે અમુક સિવાય સમગ્ર મુસ્લીમ ઉમ્મત અલી અ.સ ની બયઅત 
કરી હતી. ઉમર બિન સાદ ઈમામ હુસૈન અ.સ નો પિત્રાઈ ભાઈ થતો હતો તેજ રીતે યઝીદ
 પણ હતો છે.તે જગ જાહેર  કે ઉમર બિન સાદે હ.ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવાનું 
કાર્ય પોતે સંભાળ્યું હતું રૈય ની હુકુમત માટે (રૈય –ઉપનગર હતું 
તેહરાન,ઈરાન) તેથી સવાલ ઉભો જ નથી થતો કે ઉમર બિન સાદ (લ.અ) એહલેબૈત નો 
શિયા  હતો. ત્રણ સૌથી મોટા  નામો  કે જે ખાસ જવાબદાર હતા ઈમામ હુસૈન અ.સ ને
 કત્લ કરવા માટે અને  તેઓ ધાર્મિક હોવાની ઓળખાણ કરાવતા ક તેઓ  સુન્નત પર 
અમલ કરતા કહેવાતા મુસલમાનો હતા
.હવે બીજા તેના સાથીઓ જેઓ જંગે કરબલા માં શામિલ હતા તેને જોઈએ. ટુંકાણ 
માટે અમે થોડાક જ નામો પ્રકાશિત કર્યા છે પરંતુ રસ ધરાવતા વાંચકો તારીખે 
તબરી નો સંદર્ભ લઇ શકે છે વધુ ઉદાહરણો માટે
(૪)કાબ બિન જાબીર
        કાબ બિન જાબીર એક યોદ્ધા સૈનિક હતો ઈમર બિન સાદ નાં લશ્કર માં 
જે કરબલા માં હતો તેને બુરેર બિન ખોઝેર ને કત્લ કર્યા જે ઈમામ હુસૈન અ.સ 
નાં માનનીય સહાબી હતા
તેને અમુક શેર ઉચ્ચાર્યા હતા કરબલા માં પછી તેને કહ્યું કે તેને પોતાના 
ઈમાન ને અબુ સુફયાન ની ઓલાદ ને હવાલે કરી દીધું છે અને તે ઈચ્છતો હતો ઇબ્ને
 ઝ્યાદ પાસે થી બદલો મેળવે
(૫)મુઝાહીમ બિન હારીસ
ઈમામ હુસૈન અ.સ નાં એક સહાબી નાફેઅ બિન હિલાલ જમાલી સાથે જંગ  કરતા કરતા
 કરબલામાં તેને જાહેર કર્યું હતું કે હું ઉસ્માન ના દિન ઉપર છું (તારીખ એ 
તાબરી ભાગ ૬ પા ૨૨૯
(૬) અમ્ર બિન હજ્જાજ
        અમ્રબિન હજ્જાજ જે ઉમર બિન સાદ નાં લશ્કર માં હતો તેને તેના 
સૈનીકો ને ભાલેમાન   કરી કહ્યું હતું કે એટલે કે લશ્કરે હુસૈની સામે અડગ જ 
રેહવું જેઓએ દિન ને ત્યજી દીધો છે. ઈમામ હુસૈન અ.સ મેં તેની આવી બિનજવાબદાર
 વાત પર તેને વખોડ્યો.
(તારીખે તબરી ભાગ-૬ પેજ-૨૪૯)
(૭) શીમ્ર બિન ઝીલ જવશન લા.અ.
        એ જગ જાહેર છે કે શીમ્રે જ ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા જ્યારે
 કે દરેકે આ સંગીન જુર્મ  ની નાં પાડી દીધી.આ પહેલા પણ ઇબ્ને ઝ્યાદે સુચના 
આપી હતી કે જો ઉમરે સાદ ઈમામ હુસૈન અ.સ ને કત્લ કરવામાં નબળાઈ બતાવે તો તું
 લશ્કર ની સરદારી સંભાળી લેજે
શીમ્ર હંમેશા ઇબ્ને ઝ્યાદ સાથે રહ્યો કુફા માં અને તેથી સવાલ જ નથી તેના
 શિયા હોવાનો તેને એહલેબૈત અ.સ સાથે દુશમની હતી ભલે તે જંગે સીફ્ફીન માં 
હ.અલી અમીરુલ મોઅમેનીન અલી અ.સ સાથે રહી મોઆવિયા ની વિરુદ્ધ લડયો હતો તે 
તેવા મુસક્માનો ની બહુમતી માંથી હતો જેઓ એ હ.અમીરુલ મોઅમેનીન અલી અ.સ ને 
ચોથા ખલીફા માન્યા પરંતુ હ.અલી અ.સ ની વિલાયત પ્રત્યે કોઈ ખાસ લગાવ ન હતો જ
 ફક્ત શિયાઓ ની લાક્ષણિકતા હતી .
કોને ઈમામ હુસૈન અ.સ ને કત્લ કર્યા ?
આપને ફરી આ સવાલ પર આવીએ અને આ બાબત નો અંત લાવીએ, અગાઉ નાં બનાવો પરથી એ
 વાત પુરવાર થઇ ગઈ છે કે ઈ.હુસૈન અ.સ ને કત્લ કરવાની સંપૂર્ણ જવાબદારી યઝીદ
 નાં કાંધા પર હતી ,જેઓ ઈજ્માં થી સમજવા માંગે છે આ ખરેખર ઈજ્માં નું બયાન 
છે કે યઝીદ અને ઉબીદુલ્લાહ ઇબ્ને ઝીયાદ ના ઝુર્મો નો આક્ષેપ શિયાઓ ઉપ્પર 
લગાડવો તે ઈજમાં નો ફીસ્લો નથી. આ એક મુસ્લીમ સમૂહ નું કથન છે ક જેઓ ને કોઈ
 ખૂણો મળતો નથી અને કોઈ જગ્યા મળતી નથી ઈમામ હુસ્સૈન અસ ના કતલ ના જુલમ થી 
બહાર નીકળવાની. 
No comments:
Post a Comment