મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની
સાથેની ખુશીમાં એક જશ્ નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ.
યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ
જે સુન્ની આલીમ હતો અને પોતાના ઝમાનાનો ફકીહ હતો તેણે ઈમામ (અ.સ.) ની સાથે
ઈમામતના વિષય પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો
કર્યા
યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જબ્રઈલ (અ.સ.) પવિત્ર
પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહ તમારા પર સલામ
મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ
મારાથી રાજી છે? તમાં આ હદીસ બાબતે શું મંતવ્ય છે?[1]
ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[2] પરંતુ
આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ
(અ.સ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી હતી. કે ખોટી હદીસોને મારી સાથે નિસ્બત
દેવાવાળા વધી ગયા છે અને મારી વફાત બાદ પણ તેમાં ઘણો વધારો થશે. જે કોઈ
ખોટી હદીસો મારા નામથી બયાન કરે તે સખ્ત અઝાબનો મુસ્તહક બનશે. તેથી એવી
હદીસો જે નામથી બયાન થાય તેને અલ્લાહની કિતાબથી અને મારી સુન્નતથી ચકાસો,
અગર તે તેનાથી મુતાબીક હોય તો તેને કબુલ કરો નહીંતર રદ્દ કરી દયો.
તે હદીસ (કે અલ્લાહ પુછે છે શું અબુબક્ર મારાથી રાજી છે?) તે કુરઆનથી વિરૂધ્ધ છે કારણકે કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે:
وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَ نَعْلَمُ مَا تُوَسْوِسُ بِہٖ
نَفْسُہٗ ۚۖ وَ نَحْنُ اَقْرَبُ اِلَیْہِ مِنْ حَبْلِ الْوَرِیْدِ
“અને નિ:સંશય મનુષ્યને અમોએ જ પૈદા કર્યો છે અને તેનું મન જે કાંઈ સુચવે તે અમે જાણીએ છીએ અને તેની ધોરી નસ કરતાંય વધારે પાસે છીએ.”
(સુરએ કાફ 50:16)
(આ આયત મુજબ અલ્લાહ ઈન્સાનની ઘોરી નસથી પણ નજીક છે, તો તે કેવી રીતે શકય છે કે તે અબુબક્રની લાગણીથી અજાણ હોય અને તેને જ. જીબ્રઈલ (અ.સ.)ને અબુબક્રની લાગણી જણાવા માટે મોકલવા પડે. આવી ખોટી હદીસોથી નક્કી થાય છે કે સુન્ની જે શીઆઓ પર આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈતની ફઝીલતને વધારો દે છે તે ખુબજ મૂર્ખાઈભર્યું છે.)
યહ્યા:- તે બયાન કરવામાં આવે છે કે અબુબક્ર અને ઉમરની આ ધરતી પર તેવીજ ફઝીલત છે જેવી જ. જીબ્રઈલ (અ.સ.)ની આસ્માન પર છે.
ઈમામ જવાદ (અ.સ.): આ હદીસમાં પણ પ્રશ્ર્નાર્થ છે કારણ કે બંને જ.
જીબ્રઈલ અને જ. મીકાઈલ અલ્લાહના માનનીય ફરિશ્તાઓ છે જેણે કયારેય કોઈ ગુનાહ
નથી કર્યા અથવા કયારેય પણ અલ્લાહની ઈતાઅતમાં ક્ષણ માટે પાછી પાની નથી કરી.
પરંતુ અબુબક્ર અને ઉમર તો મૂર્તિપૂજકો હતા જેમણે પોતાની જીંદગીનો વધારે
પડતો સમય મૂર્તિપૂજામાં અને શીર્કમાં વિતાવેલો છે. તેથી સ્પષ્ટ છે કે
અલ્લાહ માટે યોગ્ય નથી કે તેમની સરમામણી જ. જીબ્રઈલ અને જ. મીકાઈલ જેવા
સાથે કરે.
યહ્યા: તે નકલ થયું છે કે અબુબક્ર અને ઉમર જન્નતમાં વૃધ્ધ લોકોના સરદાર છે. તમારો આ હદીસ બાબતે શું મંતવ્ય છે?
ઈમામ (અ.સ.) આ હદીસ પણ ભરોસાપાત્ર નથી કારણકે જન્નતના બધા લોકો જવાન હશે
નહીં કે વૃધ્ધ. આ હદીસને બની ઉમય્યા દ્વારા ઘડી કાઢવામાં આવી છે જે પવિત્ર
પયગમ્બર (સ.અ.વ.)ની મોતબર હદીસની વિરુધ જેમાં આપ(અ.સ.)એ જાહેર કર્યું કે
ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.
હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે [3]
યહ્યા: તે બયાન થયુ છે કે ઉમર બિન ખત્તાબ જન્નતના ચિરાગ છે.
ઈમામ જવાદ (અ.સ.) હું ઉમરની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[4] પણ
અબુબક્ર જે તેના કરતા અફઝલ છે ખુદે મિમ્બર પર કહ્યું: મારા ઉપર એક શયતાન
છે જે હંમેશા મને ગુમરાહ કરે છે તેથી જો તમે મને સીધા રસ્તાથી હટેલો જોવો
તો મને સુધારજો.
યહ્યા: તે નકલ થયું છે કે પવિત્ર પયગમ્બરે એક વખત ફરમાવ્યું: અગર હું નબી ન હોત તો ઉમર જ નબી હોતે.[5]
ઈમામ જવાદ (અ.સ.): કુરઆન નુબુવ્વતના બારામાં આ હદીસની વિrરૂધ્ધમાં સચોટ જવાબ આપે છે.
وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ
وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم
مِّيثَاقًا غَلِيظًا
“અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગમ્બરો પાસેથી તેમનાં વચન લઈ
લીધાં હતા અને તારી પાસેથી તથા નૂહ તથા ઈબ્રાહીમ તથા મુસા તથા મરિયમના
પુત્ર ઈસાથી પણ અને અમોએ તેમની પાસેથી પાકું વચન લીધું હતું.”
(સુરએ અહઝાબ 33:7)
ઉપરની આયત સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે અલ્લાહે મીસાક લીધો હતો અને દરેક
નબીઓ પાસેથી તે વાયદો લીધો હતો. તેથી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તે
મીસાકને બદલી નાંખે જે તેણે પોતે લીધો હતો? કોઈપણ નબી એ કયારેય દીનને છોડયો
નથી (પવિત્ર મીસાકના આધારે) તો પછી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તેને
નબુવ્વત આપે જેણે પોતાની મોટા ભાગની જીંદગી મૂર્તિપૂજામાં પસાર કરી હોય?
તદઉપરાંત, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘હું ત્યારે પણ નબી હતો
જ્યારે જ. આદમ (અ.સ.) ને પાણી અને માટીથી પૈદા કરવામાં આવતા હતા.
યહ્યા: પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: નબુવ્વતનો સિલસિલો મારા ઉપર પુરો
નથી થયો કારણ કે મને શંકા છે કે તે ઈબ્ને ખત્તાબની નસ્લમાં ચાલુ રહેશે
(એટલે કે ઉમર).
ઈમામ જવાદ (અ.સ.): આ વાત પણ શંકાશીલ છે કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)
કયારેય પોતાની નબુવ્વત અને ખાતેમીય્યત પર શંકા ન કરી શકે, કારણકે અલ્લાહ
ફરમાવે છે:
اَللهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
“અલ્લાહ ફરિશ્તા તથા માણસોમાંથી રસુલો ચુંટી કાઢે છે.”
(સુ. હજ્જ 22:75)
જેમકે નબુવ્વત એક ઈલાહી હોદ્દો છે તેથી કોઈ સવાલ નથી કે પયગમ્બર (સ.અ.વ.) કોઈપણ બાબતે અચોક્કસ કે શંકાશીલ હોય.
યહ્યા: હદીસો જોવા મળે છે કે પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘અગર અલ્લાહનો અઝાબ આપણ પર નાઝીલ થાય તો કોઈ બચશે નહિં સિવાય ઉમર.[6]
ઈમામ જવાદ (અ.સ.): આ હદીસ પણ ખોટી છે કારણકે ખુદાએ તેના નબીને વાયદો કર્યો છે કે:
وَمَا كَانَ اللهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ
“અને અલ્લાહ નથી ચાહતો કે જ્યારે તું તેમનામાં મવજુદ છે ત્યારે તે તેમને
અઝાબ આપે અને (વળી) અલ્લાહ તેમને એવી સ્થિતિમાં કે તેઓ તૌબા પણ કરતા રહેતા
હોય અઝાબ આપે તેવો નથી.”
(સુરએ અન્ફાલ 8:33)
તેથી અલ્લાહનો અઝાબ કયારેય લોકો પર ન ઉતરે જ્યાં સુધી પયગમ્બર (સ.અ.વ.)
તેમની સાથે હોય અથવા જ્યાં સુધી તેઓ તેમનાથી માફી તલબ કરતા રહે.
[1] આ
ખોટી અને ઘડી કાઢેલી હદીસ છે. (મોહમ્મદ બિન બાબશાઝ અલ બસરી) ઈમામ ઝહબી,
મહાન સુન્ની આલીમ તેમની કિતાબ મીઝાનુલ એઅતેદાલમાં આ હદીસના બારામાં ટિપ્પણી
કરી છે કે આ ખોટી અને ઘડી કાઢેલી હદીસ છે. (મીઝાનુલ એઅતેદાલ, ભાગ-3, પાના
નં. 488)
[2] ઈમામ
(અ.સ.)નું વિધાન કે ‘હું અબુબક્રની ફઝીલતોનું ઈન્કાર નથી કરતો.’ તે ઈમામ
(અ.સ.) નું તકય્યા કરવું દર્શાવે છે. જ. ઝકરીયા બિન આદમથી હદીસ છે હું ઈમામ
રેઝા (અ.સ.)ની ખિદમતમાં હાજર હતો, જ્યાં ઈમામ (અ.સ.) તેમના ઈમામ જવાદ
(અ.સ.) ને લાવ્યા જે ફકત 4 વર્ષની વયના હતા. પછી ઈમામ જવાદ (અ.સ.) એ પોતાના
હાથને ઝમીન પર માર્યો, પોતાના માથાને આસ્માન તરફ ઉંચુ કર્યુ અને ખુબ ઉંડા
વિચારમાં પડી ગયા. ઈમામ રેઝા (અ.સ.) એ પૂછયું: મારી જાન આપના પર કુરબાન,
તમે કઈ બાબતે વિચારમાં પડી ગયા છો? ઈમામ જવાદ (અ.સ.) એ ફરમાવ્યું: મારા
માતા જ. ફાતેમા (સ.અ.) પર થયેલા ઝુલ્મોના બારામાં, અલ્લાહની કસમ! હું તે
બંનેને તેમની (પહેલા અને બીજા ખલીફા) કબ્રમાંથી બહાર કાઢીશ અને આગમાં નાખીશ
પછી તેમની રાખને વિખેર કરી નાંખીશ અથવા સમુદ્રમાં નાખી દઈશ.
પછી ઈમામ રેઝા (અ.સ.) એ આપને પોતાની તરફ ખેંચ્યા અને બંને આંખોની વચ્ચે
બોસો આપ્યો અને ફરમાવ્યું કે મારા ફરઝંદ, તમે ઈમામતના લાયક છો.
દલાએલે ઈમામત, પાના 600, નવાદીર અલ મોઅજીઝાત, પાના 183, બેહાલ અન્વાર
ભાગ-50, પાના 59, મદીનતુલ મઆજીઝ ભાગ-7, પાના નં. 324, અન્વાર બહીય્યહ પાના
258, ખાતીમહ અલ મુસ્તદરક ભાગ-1, પાના 224, બય્તુલ અહઝાન પાના 124)
આ હદીસો પાછળનો હેતુ અને તારણ એ છે જે ખલીફાઓના બારામાં અને તેમના
એહલેબૈત (અ.મુ.સ.) પર કરેલા ઝુલ્મો કે હું અબુબક્ર / ઉમરની ફઝીલતોની મનાઈ
નથી કરતો તકય્યાના લીધે છે ખાસ કરીને ત્યારે જ્યારે ખલીફાના દરબારમાં
કહેવામાં આવ્યું હોય અથવા સરકારના જાસુસોની હાજરીમાં.
[3] ફઝાએલે
સહાબા, પાના 20, મુસ્નદે અહેમદ ભાગ-3, પાના 3 અને ભાગ-5, પાના 91, સોનને
અબી માજા ભાગ-1, પાના 44, સોનને તિરમીઝી ભાગ-5, પાના 321, મુસ્તદરક ભાગ-3,
પાના 167 અને 381, શર્હે મુસ્લીમ ભાગ-16, પાના 41, મજમઉલ ઝવાએદ ભાગ-9, પાના
165, 182, 201. તોહફએ અહવાઝી ભાગ-10, પાના 186, સોનને કબરી ભાગ-5, પાના
50, મુસ્નદે અબી યઅલા ભાગ-2. પાના 395, સહીહે ઈબ્ને હબ્બાન ભાગ-15, પાના
411, મોજમુલ અવસત ભાગ-5, પાના 243, મોજમુલ કબીર ભાગ-99, પાના 292, શર્હે
નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ ભાગ-16 પાના 14, જામએ સગીર ભાગ-1, પાના 20,
ક્ન્ઝુલ ઉમ્માલ ભાગ-7, પાના 26, ફૈઝ અલ કદીર ભાગ-3, પાના 550, દુર્રુલ
મન્સુર ભાગ-4, પાના 262, અલ કામીલ ભાગ-2, પાના 220, એલલે દારે કુત્ની
ભાગ-3, પાના 166, અસદુલ ગાબા ભાગ-1, પાના 311, તહેઝીબુલ કમાલ ભાગ-26, પાના
391, મિઝાનુલ એઅતેદાલ, ભાગ-2, પાના 250, લેસાનુલ મીઝાન ભાગ-2, પાના 157, અલ
એસાબાહ ભાગ-1, પાના 624, અલ બિદાયહ વન્નીહાયહ ભાગ-2, પાના 61, મનાકીબે
ખ્વારઝમી ભાગ-2, પાના 290, જવાહલ મતાલીબ ભાગ-2, પાના 199, યનાબીઉલ મવદ્દહ
ભાગ-2, પાના 34, ઝખાએરૂલ ઉકબા પાના 129, વિગેરે.
[4] શા માટે ઈમામ (અ.સ.) આ રીતે ફરમાવ્યું તેની સમજણ ફૂટનોટ 2 માં આપી ચુકયા
[5] અલ્લામા
અમીની (ર.અ.) તેમની અમૂલ્ય કિતાબ અલ-ગદીરમાં અબુબક્ર અને ઉમરની અને તેમના
સહાબીઓની ફઝીલતોમાં ઘડી કાઢેલી હદીસોની સંખ્યા 145 લખી છે જે દરેક પવિત્ર
પયગમ્બર (સ.અ.વ.)થી નકલ કરવામાં આવી છે. ઘણા બધા એહલે સુન્નતના આલીમોએ પણ
પોતાની કિતાબોમાં આ ઘડી કાઢેલી હદીસોનું વર્ણન કર્યું છે, જેમકે ઈબ્ને અદી,
તબરાની, ઈબ્ને હય્યાન, નિસાઈ, હાકીમ, દારે કુત્ની, મોહીબ તબરી, ખતીબે
બગદાદી, ઈબ્ને જવઝી, ઈબ્ને અસાકીર, ઝહબી, ઈબ્ને અબીલ હદીદ બધાએ એકમતે આ
હદીસોને રદ કરી છે.
[6] આવી
બધી હદીસો જે અબુબક્ર અને ઉમરની ફઝીલતોનું વર્ણન કરે છે તે ઘડી કાઢેલી છે
એટલી હદે કે સુન્ની આલીમો કબુલ કર્યું છે તેના રાવીઓ બધા જુઠા છે. વધુ વિગત
માટે જુઓ અલ ગદીર ભાગ-8, પાના 297
No comments:
Post a Comment