શંકા:
ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી
ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર
(સ.અ.વ.) કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે.
જવાબો:
અઝાદારી એ માધ્યમ છે જે ખલીફાઓએ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ઝુલ્મો કર્યા હતા
તેના પ્રત્યે સહાનુભુતી દર્શાવવાની. આ બાબતે એહલેસુન્નતના ઈમામ ફખરૂદીન
રાઝીની વાત નોંધપાત્ર છે:
‘તે વાત નક્કી છે કે જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મહોબ્બત સાથે મરે તે શહીદ મરશે.’
(તફસીરે કબીર, ભાગ-7, પા. 390)
કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-4. પા. 45 (બૈત પ્રકાશન) માં છે કે: અબુ
હુરૈરહ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) શહીદોની કબ્રો ઉપર દર વર્ષે
જતા હતા. જ્યારે આપ (સ.અ.વ.) પહાડોમાં દાખલ થતા તો આ રીતે ફરમાવતા:
‘અસ્સલામો અલય્કુમ બેમા સબરતુમ’ એટલેકે ‘સલામ થાય આપના ઉપર જે કાંઈ તમોએ
સબ્ર કરી તેના લીધે.’ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી હ. અબુબક્ર પણ દર વર્ષે
આવતા અને તેના પછી હ. ઉમર પણ આમ જ કરતા અને હ. ઉસ્માને પણ આમ કર્યું છે.’
કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-6, પા. 360 માં છે કે:
‘હ. ઉમરે કહ્યું: જ્યારે હું સુર્યોદયના સમયે સાહસ કરૂ છું તો હું મારા ભાઈ ઝય્દ બિન ખત્તાબના મૌતને યાદ કં છું.’
આપણે સમજી શકીએ છીએ કે ભાઈની યાદ હ. ઉમરને દુઃખી કરતી હશે અને નહી કે ખુશ.
તારીખે યાકુબી, ભાગ-1, પા. 3 માં છે કે:
માનવજાતના માં-બાપ (હઝરત આદમ અ.સ. અને તેમની પત્નિ જ. હવ્વા સ.અ.) પોતાના પુત્ર હાબીલ માટે એટલું રડયા કે ઝરણું વહેવા લાગ્યું.
રવઝતુલ શોહદા, પા. 30 માં તે જ બનાવને મુલ્લા હુસૈન વાએઝ કાશીફીએ આ ઉમેરીને લખ્યું છે:
‘આદમ (અ.સ.)ની જમણી આંખમાંથી દજલા નદીની જેમ આંસુ વહેતા હતા અને ડાબી આંખમાંથી યુકટીસ નદીની જેમ.’
તદઉપરાંત નીચેની હદીસ વધારે સંતોષકારક જવાબ આપે છે:
રસુલે ખુદા (સ.અ.વ.)ની દફનવિધી પછી, સહાબીઓ મહબુબની જુદાઈમાં ખુબ રડયા
અને પોતાની ઉપર માટી નાંખતા હતા. ખાસ કરીને હઝરત ફાતેમા (સ.અ.) અત્યંત
શોકાતુર હતા. આપ (સ.અ.) પોતાના ફરઝંદો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન
(અ.સ.)ની તરફ જોતા અને તેઓની પોતાની દુર્દશા ઉપર ખુબજ રડતા હતા. હ. આએશા પણ
ખુબ રડ્યા અને બુકા કરતા હતા. ઘણા બધા દિવસો અને રાતો સુધી રડવાની અને
ગીર્યાની અવાઝ સંભળાતી હતી જેનાથી આપના ઘરનું નામ ‘બય્તુલ હુઝન’(રડવાનું
ઘર) પડી ગયું.
(મહારીજ અલ નુબુવ્વત, ભાગ-2, પા. 753-754)
મુલ્લા અલી કારી તેમની કિતાબ અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાતમાં ઈમામ એહમદ ઈબ્ને હમ્બલથી કે તે ઈમામ હુસૈન (અ.સ.)થી વર્ણવે છે:
‘જે કોઈ મારા દુ:ખ અને ગમને યાદ કરીને રડશે, તો અલ્લાહ તેને જન્નત આપશે.’
(અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાત, તારીખે અહેમદીના સંદર્ભથી, પા. 277, કાનપુર પ્રકાશન)
એહલે-સુન્નતની ભરોસાપાત્ર કિતાબ તફસીરે દુર્રે મન્સુર, ભાગ-4, પા. 31 માં કુરઆનની આ આયતની તફસીરમાં આ હદીસને વિગતવાર જોઈ શકે છે:
‘પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું તેના
પુત્ર અને સ્ત્રીઓ જેટલુ આપ (અ.સ.) રડયા હતા. પુછવામાં આવ્યું કે તેનો શું
બદલો (અજ્ર) મળશે? આપ (સ.અ.વ.) જવાબ આપ્યો: 100 શહીદો જેટલો બદલો મળશે.’
તફસીરે ખઝાન, ભાગ-3, પા. 253 માં છે કે:
‘યુસુફ (અ.સ.) એ જ. જીબ્રઈલ (અ.સ.)ને પુછયું: શું મારા પિતા ગીર્યા ઉપર
જીવી રહ્યા છે? હઝરત જીબ્રઈબલે (અ.સ.) એ કહ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું
રડવું 70 પુરૂષો અને સ્ત્રીઓ જેવું છે. પછી આપ (અ.સ.) એ પુછયું: આ રડવાનો
અજ્ર શું છે? આપ (અ.સ.) એ કહ્યું: તેનો અજ્ર 100 શહીદો જેટલો છે.
તારણ:
- મઝલુમ ઉપર રડવુ ઈ સુન્નતે અમ્બિયા અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.) છે.
- ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો ઉપર રડવુ ઈ મોહબ્બતની નિશાની છે.
- આમ, ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવુ ઈ ઇસ્લામનો ભાગ છે.
No comments:
Post a Comment