Pages

અબુબક્ર અને ઉમરની ફઝીલતો પર વાદ-વિવાદ

મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથેની ખુશીમાં એક જશ્ નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ જે સુન્ની આલીમ હતો અને પોતાના ઝમાનાનો ફકીહ હતો તેણે ઈમામ (અ.સ.) ની સાથે ઈમામતના વિષય પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો કર્યા
યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જબ્રઈલ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહ તમારા પર સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ મારાથી રાજી છે? તમાં આ હદીસ બાબતે શું મંતવ્ય છે?[1]
ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[2] પરંતુ આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ (અ.સ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી હતી. કે ખોટી હદીસોને મારી સાથે નિસ્બત દેવાવાળા વધી ગયા છે અને મારી વફાત બાદ પણ તેમાં ઘણો વધારો થશે. જે કોઈ ખોટી હદીસો મારા નામથી બયાન કરે તે સખ્ત અઝાબનો મુસ્તહક બનશે. તેથી એવી હદીસો જે નામથી બયાન થાય તેને અલ્લાહની કિતાબથી અને મારી સુન્નતથી ચકાસો, અગર તે તેનાથી મુતાબીક હોય તો તેને કબુલ કરો નહીંતર રદ્દ કરી દયો.
તે હદીસ (કે અલ્લાહ પુછે છે શું અબુબક્ર મારાથી રાજી છે?) તે કુરઆનથી વિરૂધ્ધ છે કારણકે કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે:
وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَ نَعْلَمُ مَا تُوَسْوِسُ بِہٖ نَفْسُہٗ    ۚۖ وَ نَحْنُ اَقْرَبُ اِلَیْہِ مِنْ حَبْلِ الْوَرِیْدِ
“અને નિ:સંશય મનુષ્યને અમોએ જ પૈદા કર્યો છે અને તેનું મન જે કાંઈ સુચવે તે અમે જાણીએ છીએ અને તેની ધોરી નસ કરતાંય વધારે પાસે છીએ.”
(સુરએ કાફ 50:16)

મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી પણ ઓછા સમયથી ગર્ભમાં હતા. (અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ અનવાર ભાગ ૫૩, પાના ૧૯)
મોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો.  તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.
જોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ  ગેરકાનૂની ભાગ હતો.
જે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો નાખ્યો, કદાચ તેજ રીતે આ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત હતી કે જેણે તેના માતાપિતાની માસુમિયતની રક્ષા કરી(અને)જેણે તેના ભત્રીજા અલી ઇબ્ને હુસૈન (અલીઅસગર)ને તેના પિતાની માસુમિયતની રક્ષા કરવા કરબલામાં દુશ્મનો સામે લડવા પ્રેરણા પૂરી પાડી. ઈમામ હુસૈન અ.સ. મઝલૂમ લોકોમાં અનન્ય છે કેમકે તેઓ બન્ને હુમલાના સમયે હાજર હતા-તેમના માતાપિતા અને ભાઈ પરના (હુમલા) સમયે અને બીજો તેમના બાળકો, ભત્રીજા-ભાણેજો અને બીજા ભાઈ પરના હુમલા સમયે (કરબલામાં).
તે કદાચ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની જબરદસ્ત અસર હતી જેણે અમુક મુસ્લિમોને આ હુમલામાં તેમની શહાદતને નકારવા અને તે માટે બીજા કારણો આપવા પ્રેર્યા. સ્પષ્ટ રીતે આ ખોટી અથવા અપૂરતી માહિતી પર આધારિત પ્રચાર છે જે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાને જ સમ્પુર્ણપણે નકારવા જેવો પ્રચાર છે.  ફાતેમા સ.અ.ના ઘર પરના હુમલાનું કોઈ વ્યાજબીપણું છે જ નહિ અને તેથી માત્ર એકજ રસ્તો છે-તેનો સદંતર ઇનકાર કરવો.

મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે).
આવો આપણે ટુંકમાં જોઈએ કે મુર્દા પર રોવા વિષેની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની સુન્નત બાબતે આ બંને કિતાબોનું મંતવ્ય શું છે.
પહેલા આપણે સહીહ મુસ્લીમની હદીસ જોઈએ:
ઉમ્મે સલમા વર્ણન કરે છે, ‘જ્યારે અબુ સલમાની વફાત થઈ, તો મેં કહ્યું, ‘હું પરદેશમાં એકલી થઈ ગઈ. હું એવી રીતે રડીશ કે તેની ચર્ચા થાય. મેં તેમના પર રડવાની તૈયારી કરી  કર્યું. શહેરના એક ખુણેથી એક સ્ત્રી પણ આવી જે મને રોવામાં મદદ કરવા ઈચ્છતી હતી. તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી પસાર થઈ તો આપ (અ.સ.) એ તેને કહ્યું, ‘શું તમે એમ ઈચ્છો છો કે શયતાનને એ ઘરમાં લાવો જેમાંથી અલ્લાહે તેને બે વખત બહાર કાઢયો છે? તેથી, મેં (ઉમ્મે સલમા) રડવાનું છોડી દીધું અને પછી રડી નહિ.
(સહીહ મુસ્લીમ, કિતાબ-4, હદીસ નં. 2007)
ઉપરની હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી કારણ કે તે શયતાનને ઘરમાં દાખલ કરે છે.
આવો હવે આપણે બુખારીમાં શું લખ્યું છે તે જોઈએ:
અનસ બિન માલીક વર્ણન કરે છે, ‘અમે પયગમ્બર (સ.અ.વ.) ની એક દિકરીના જનાઝામાં શરીક હતાં,  આપ (સ.અ.વ.) કબ્રની બાજુમાં બેઠા હતા અને મેં જોયું કે આપની આંખોમાંથી આંસુ વહેતા હતા.
(સહીહ બુખારી, કિતાબ 23, હદીસ 374)
ઉપરની હદીસમાં આપણે જોયું કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાની દિકરી પર રડયા હતા.

પૃથ્થકરણ:
  1. બંને કિતાબો સહીહ અને ભરોસાપાત્ર હોવાનો દાવો ધરાવે છે.
  2. બંને કિતાબોમાં એકબીજાથી વિરોધાભાસી હદીસો છે.
  3. એક હદીસ મુજબ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી જ્યારે બીજી હદીસ પ્રમાણે ખુદ પોતે પોતાની દિકરીની વફાત પર રડયા હતા.
  4. તેથી ય તો બંને માંથી એક કિતાબ સહીહ નથી અથવા તો પયગમ્બર (સ.અ.વ.) જે બાબતની તબ્લીગ કરે છે તેના પર અમલ નથી કરતા (નઉઝોબીલ્લાહ)
  5. અગર બે માંથી એક કિતાબ સહીહ છે તો બીજી કિતાબની ભરોસાપાત્ર હોવા વિશે શંકા છે.
  6. અગર બંને કિતાબો સહીહ છે તો પછી પયગમ્બર (સ.અ.વ.)ના ભરોસાપાત્ર હોવા વિશે શંકા થાય છે (નઉઝોબીલ્લાહ) !!!

મૃત પર રોવા બાબતે ઉમર વિરૂધ્ધ આયેશા

મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર કહેવાતા સાચા ઈસ્લામના માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે.
જયારે આ મુસલમાનો રોવું કે નહિ તે વિશે શીઆની માન્યતાથી અસંમત છે, તો આવો આપણે તેઓની  બે આદરણીય વ્યક્તિઓ ઉમર અને આયેશાનો મંતવ્ય આ વિષય પર એકમત છે કે નહિ તે જોઈએ.
સઈદ બિન મુસય્યબથી વર્ણન છે કે આયેશા તેના પિતાની વફાત પછી તેના પર રડી હતી. જ્યારે આ ખબર ઉમર સુધી પહોંચ્યા તેણે તેની મનાઈ કરી પરંતુ આયેશાએ ખલીફાના હુકમને રદ કર્યો. પછી હિશામ બિન વલીદને હુકમ આપવામાં આવ્યો કે આયેશા પાસે જાય અને મોટા અવાજે રડવાથી રોકે. જેવું સ્ત્રીઓએ હિશામના હુકમનું પાલન કર્યું અને તેણીઓ ઘરમાંથી બહાર નીકળી ત્યારે ઉમરે તેણીઓને સંબોધીને કહ્યું: ‘શું તમે એવું ઈચ્છો છો કે અબુબક્ર પર તમારા રડવાથી અઝાબ થાય? બેશક મૃત પર રડવાથી તેના પર અઝાબ થાય છે.
(સહીહ તિરમીઝી, હદીસ નં. 1002)
ઉપરના બનાવ પરથી તે તારણ નિકળે છે કે:
૧. અગર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખરેખર મૃત પર રડવાની મનાઈ કરી હતી (જેમકે ઉમરે કહ્યું) તો પછી આયેશાએ પયગમ્બર (સ.અ.વ.) ના હુકમનો અનાદાર કર્યો.
૨. તે દલીલ પણ થઈ શકે કે તેણીએ લાગણીના આવેશના કારણે રડવા લાગી પરંતુ જ્યારે ઉમરે રડવાની મનાઈ કરી તો તેણી માની નહિ તેથી તેણીએ મુસલમાનોના કહેવાતા ખલીફાના હુકમનો વિરોધ કર્યો.
આયેશાનું આ કાર્યથી તેણીએ:
(અ) પયગમ્બર (સ.અ.વ.) ની હદીસનું અનુસરણ ન કર્યું
(બ) તેણી પોતાની લાગણીના આવેશમાં આવી ગઈ
(ક) કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
છતાં બુખારીએ પોતાની સહીહમાં તેણી ઘણી બધી હદીસો નકલ કરી છે.
તેથી મુસલમાનો માટે જરૂરી છે કે:
  1. આયેશાને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે તેણીએ પયગમ્બર (સ.અ.વ.) અને કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
  2. સહીહ બુખારીને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે બુખારી એ ઘણી બધી હદીસો આયેશાથી નકલ કરી છે.

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે.
મુદ્દો શીઆઓનો નથી. મુદ્દો આલે મોહમ્મદ (અ.સ.) બારામાં છે. કારણકે જ્યારે પણ શીઆઓ કોઈ પણ હદીસ આગળ ધરે છે તો તે આલે મોહમ્મદ (અ.સ.) તરફથી હોય છે.
માટે, પ્રશ્ન જેનો ઉત્તર મુસલમાનોએ આપવાનો છે તે છે:
શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે?
જો તેઓ ઈજમામાંથી છે તો તેઓની હદીસો અને કથનને મુસલમાનોએ દલીલ માનવી જોઈએ, ઓછામાં ઓછુ તેઓએ સુન્ની સ્ત્રોતોમાં તેઓ (અ.સ.)ની નોંધાએલી હદીસોને માન્ય રાખવી જોઈએ.
શીઆ અને સુન્ની ઓલમા વચ્ચે એક રસપ્રદ ચર્ચા / વાદ વિવાદ મુનાઝેરો કે શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે.
શૈખ મુફીદ પ્રખ્યાત શીઆ આલીમ અને ધર્મશાસ્ત્રી અને રય (તેહરાન, ઈરાન)ના સનમાનનીય સુન્ની આલીમ સાથે એક ચર્ચા કરી / વાદ વિવાદ મુનાઝેરો કર્યો હતો.
શૈખ મુફીદે આલે મોહમ્મદ (અ.સ.)ની હદીસો પર આધારીત એક ફતવો આવ્યો હતો અને તેના પર સુન્ની આલીમનો મત માગ્યો હતો.
મુનાઝેરો / વાદ વિવાદ આ મુજબ હતો.
સુન્ની આલીમ: અમો આપનો ફતવો માનતા નથી કારણકે તે ઈજમાથી વિધ્ધ છે.
શૈખ મુફીદ (ર.અ.): ઈજમાનો તમો શું અર્થ કરો છો?
સુન્ની આલીમ: કોઈ ઈલાકા / ક્ષેત્રના પ્રખ્યાત / જાણીતા ફકીહોનો હરામ કે હલાલ વિષેના ફતવા બારામાં એકમત હોવું.

શું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો?

શંકા:
10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ કર્યો હતો કે આશુરના દિવસે રોઝો રાખે.
જવાબ:
આ વાત સહી નથી. સાચી વાત આમ છે: રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને જ્યારે મદીના આવ્યા તો આપે યહુદીઓને 10 મી મોહર્રમના રોઝો રાખતા જોયા. પુછતાછ કરતા એ જાણવા મળ્યુ કે આ શુભ દિવસ છે. આ એ દિવસ છે કે જ્યારે બની ઈસ્રાઈલને તેના દુશ્મન ફીરૌનથી નજાત મળી હતી તેથી હ. મુસા (અ.સ.) આ દિવસે રોઝો રાખ્યો હતો.
રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: કે હું તમારા કરતા મુસાની વધારે યોગ્ય છું.
પછી આપે તે દિવસે રોઝા રાખ્યો અને મુસલમાનોને હુકમ કર્યો કે આ દિવસે રોઝો રાખે.
(સહીહ બુખારી, ભાગ-3, ઈજીપ્ત પ્રકાશન-54, મીશ્કાત અલ મસાબીહ, દિલ્હી પ્રકાશન-1, 307 હી.સ. પા. 172)
મીશકાત અલ મસાબીહમાં તેના કોમેન્ટેટરે લખ્યું છે કે તે બીજો વર્ષ હતો. કારણકે પહેલા વર્ષમાં રસુલે ખુદા (સ.અ.વ.) મદીનામાં આશુરા પછી રબીઉલ અવ્વલમાં આવ્યા હતા. એ વાત ધ્યાનમાં રહે કે યહુદીઓનો પોતાનું ખુદનું એક અલગ કેલેન્ડર હતું અને અલગ મહિનાઓ. માટે એ વાતમાં કાંઈ તથ્ય નથી કે તેઓ 10 મી મોહર્રમના રોઝા રાખતા હતા. જ્યાં સુધી કે એ વાત સાબીત ન થઈ જાય કે 10 મી મોહર્રમની તારીખ હંમેશા ત્યારે આવતી જ્યારે આ યહુદીના રોઝા રાખવાનો દિવસ હતો.
યહુદીઓનો પહેલો મહીનો (અબીબ જેનું પછીથી નીસાન નામ પડયું) તે રજબ મહીનાની સાથે આવતો. ડબલ્યુ.ઓ.ઈ. ઓસ્ટ્રેલે અને થીઓડેર એચ. રોબીનસનએ લખ્યું છે કે અરેબીયામાં સહુથી અહેમ કે નવા ચાંદના તહેવારો આવતા તે રજબ મહીનામાં આવતા કે યહુદીના હીબ્ મહીના અબીબ સાથે આવતો અને આ તે વખત હતો જ્યારે પુરાણા ઝમાનાના અરબો સ્પ્રીંગ ફેસ્ટીવલ તેઓનો તહેવાર ઉજવતા.
(હીબ્ મઝહબ એસ.પી.સી.એક. લંડન, 1955, પા. 128
પહેલાના ઝમાનામાં હ. ઈબ્રાહીમ (અ.સ.)ના બન્ને વંશજો આ ઈન્ટલકેલટીક પધ્ધતિ આખા વર્ષમાં 1 વધારાનો મહીનો યા મહીનામાં વધારાનો દિવસ ઉમેરવાનું અનુસરણ કરતા હતા અને આ રીતે યહુદીઓનો સાતમો મહીનો તીસરી તીસરી 1, મોહર્રમ મહીના બન્ને એકી સાથે આવતા અને મોહર્રમની 10 મી તારીખ (આશુરા) 10 મી તીસરી બન્ને સાથે આવતા. જ્યારે યહુદીઓનો ઈદનો દિવસ હતો? રોઝાનો દિવસ હવે આ બન્ને કેલેન્ડર સમકાલીનતા (10 વખતે બનવું) તુટી ગઈ જ્યારે ઈસ્લામે 9 હીજરીના સાલના આ ઈન્ટરકેટેટીયા પધ્ધતિને બંધ કરાવી પરંતુ અગર ધ્યાનમાં લેવામાં આવે તો આ બન્ને કેલેન્ડરની સમકાલીનતા ઈસ્લામના આવ્યા પહેલા ખતમ થઈ ગઈ હતી. કેમકે અરબ લોકો તેઓના ઈન્ટરકેલેશનમાં મેથેમેટીકલ ગણત્રીની પરવાનગી નહોતા આપતા. આ માટે મોહર્રમ 2 જી હીજરી સનમાં પાંચમી જુલાઈ, 623 સી.ઈ. શ થયું. યહુદીના તીસરી મહીનાના ઘણા મહીના પહેલા કે જે તીસરી મહીનો હંમેશા (સપ્ટેમ્બર - ઓકટોબર) સાથે સહકાલીન હતો.
તો આનાથી સ્પષ્ટ થાય છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જે મદીનામાં ગુઝરી આશુરનો દિવસ યહુદીઓ માટે કાંઈ મહત્વ ધરાવતું ન હતું.

શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે? ભાગ-૧

શંકા:
ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે.
જવાબો:
અઝાદારી એ માધ્યમ છે જે ખલીફાઓએ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ઝુલ્મો કર્યા હતા તેના પ્રત્યે સહાનુભુતી દર્શાવવાની. આ બાબતે એહલેસુન્નતના ઈમામ ફખરૂદીન રાઝીની વાત નોંધપાત્ર છે:
‘તે વાત નક્કી છે કે જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મહોબ્બત સાથે મરે તે શહીદ મરશે.’
(તફસીરે કબીર, ભાગ-7, પા. 390)
કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-4. પા. 45 (બૈત પ્રકાશન) માં છે કે: અબુ હુરૈરહ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) શહીદોની કબ્રો ઉપર દર વર્ષે જતા હતા. જ્યારે આપ (સ.અ.વ.) પહાડોમાં દાખલ થતા તો આ રીતે ફરમાવતા: ‘અસ્સલામો અલય્કુમ બેમા સબરતુમ’ એટલેકે ‘સલામ થાય આપના ઉપર જે કાંઈ તમોએ સબ્ર કરી તેના લીધે.’ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી હ. અબુબક્ર પણ દર વર્ષે આવતા અને તેના પછી હ. ઉમર પણ આમ જ કરતા અને હ. ઉસ્માને પણ આમ કર્યું છે.’
કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-6, પા. 360 માં છે કે:
‘હ. ઉમરે કહ્યું: જ્યારે હું સુર્યોદયના સમયે સાહસ કરૂ છું તો હું મારા ભાઈ ઝય્દ બિન ખત્તાબના મૌતને યાદ કં છું.’
આપણે સમજી શકીએ છીએ કે ભાઈની યાદ હ. ઉમરને દુઃખી કરતી હશે અને નહી કે ખુશ.
તારીખે યાકુબી, ભાગ-1, પા. 3 માં છે કે:
માનવજાતના માં-બાપ (હઝરત આદમ અ.સ. અને તેમની પત્નિ જ. હવ્વા સ.અ.) પોતાના પુત્ર હાબીલ માટે એટલું રડયા કે ઝરણું વહેવા લાગ્યું.
રવઝતુલ શોહદા, પા. 30 માં તે જ બનાવને મુલ્લા હુસૈન વાએઝ કાશીફીએ આ ઉમેરીને લખ્યું છે:
‘આદમ (અ.સ.)ની જમણી આંખમાંથી દજલા નદીની જેમ આંસુ વહેતા હતા અને ડાબી આંખમાંથી યુકટીસ નદીની જેમ.’
તદઉપરાંત નીચેની હદીસ વધારે સંતોષકારક જવાબ આપે છે:
રસુલે ખુદા (સ.અ.વ.)ની દફનવિધી પછી, સહાબીઓ મહબુબની જુદાઈમાં ખુબ રડયા અને પોતાની ઉપર માટી નાંખતા હતા. ખાસ કરીને હઝરત ફાતેમા (સ.અ.) અત્યંત શોકાતુર હતા. આપ (સ.અ.) પોતાના ફરઝંદો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની તરફ જોતા અને તેઓની પોતાની દુર્દશા ઉપર ખુબજ રડતા હતા. હ. આએશા પણ ખુબ રડ્યા અને બુકા કરતા હતા. ઘણા બધા દિવસો અને રાતો સુધી રડવાની અને ગીર્યાની અવાઝ સંભળાતી હતી જેનાથી આપના ઘરનું નામ ‘બય્તુલ હુઝન’(રડવાનું ઘર) પડી ગયું.
(મહારીજ અલ નુબુવ્વત, ભાગ-2, પા. 753-754)
મુલ્લા અલી કારી તેમની કિતાબ અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાતમાં ઈમામ એહમદ ઈબ્ને હમ્બલથી કે તે ઈમામ હુસૈન (અ.સ.)થી વર્ણવે છે:
‘જે કોઈ મારા દુ:ખ અને ગમને યાદ કરીને રડશે, તો અલ્લાહ તેને જન્નત આપશે.’
(અલ મીરકાત ફી શર્રહ અલ મીશ્કાત, તારીખે અહેમદીના સંદર્ભથી, પા. 277, કાનપુર પ્રકાશન)
એહલે-સુન્નતની ભરોસાપાત્ર કિતાબ તફસીરે દુર્રે મન્સુર, ભાગ-4, પા. 31 માં કુરઆનની આ આયતની તફસીરમાં આ હદીસને વિગતવાર જોઈ શકે છે:
‘પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું તેના પુત્ર અને સ્ત્રીઓ જેટલુ આપ (અ.સ.) રડયા હતા. પુછવામાં આવ્યું કે તેનો શું બદલો (અજ્ર) મળશે? આપ (સ.અ.વ.) જવાબ આપ્યો: 100 શહીદો જેટલો બદલો મળશે.’
તફસીરે ખઝાન, ભાગ-3, પા. 253 માં છે કે:
‘યુસુફ (અ.સ.) એ જ. જીબ્રઈલ (અ.સ.)ને પુછયું: શું મારા પિતા ગીર્યા ઉપર જીવી રહ્યા છે? હઝરત જીબ્રઈબલે (અ.સ.) એ કહ્યું: હઝરત યાકુબ (અ.સ.)નું રડવું 70 પુરૂષો અને સ્ત્રીઓ જેવું છે. પછી આપ (અ.સ.) એ પુછયું: આ રડવાનો અજ્ર શું છે? આપ (અ.સ.) એ કહ્યું: તેનો અજ્ર 100 શહીદો જેટલો છે.
તારણ:
  1. મઝલુમ ઉપર રડવુ ઈ સુન્નતે અમ્બિયા અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.) છે.
  2. ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો ઉપર રડવુ ઈ મોહબ્બતની નિશાની છે.
  3. આમ, ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવુ ઈ ઇસ્લામનો ભાગ છે.