Pages

સૈયદુશ્શોહદા કોણ છે?

કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન શકો તો ગુંચવી નાખો’ના સિધ્ધાંતનો સહારો લે છે. આવો જ એક સદગુણ ઈ. હુસૈન બીન અલી (અ.સ.)થી સંબંધિત છે જેને તેઓ સૈયદુશ્શોહદાના બદલે માત્ર સૈયદ તરીકે સંબોધે છે. આ કહેવાતા મુસલમાનો માટે એ ગમતી વાત નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ને સૈયદુશ્શોહદા તરીકે સંબોધન કરવામાં આવે. તેથી તેઓ એવી વ્યકિતઓને તલાશ કરે છે જેઓ આ વિશેષણતા (સૈયદુશ્શોહદા)થી સંબંધિત હોય. જેથી ઈમામ હુસૈન (અ.સ.)ની મહત્તાને નકારી શકાય અથવા ઓછામાં ઓછું તેમની મહાનતા, સદગુણો અને શહીદીને ઘટાડી શકાય. તેઓએ ઈતિહાસમાંથી આવી એક વ્યકિતને શોધી છે જેનું નામ હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબ છે, જે પયગમ્બર (સ.અ.વ.)ના કાકા હતા. હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબનું ઈસ્લામમાં સ્થાન: હઝરતે હમઝાની શુરવીરતા, ઈસ્લામ માટે કુરબાની અને ઈસ્લામની મદદ અંગે કોઈ શંકા નથી. જંગે ઓહદમાં અલ્લાહની રાહમાં સર્વશ્રેષ્ઠ કુરબાની માટે તેમને સૈયદુશ્શોહદાનો લકબ આપવામાં આવ્યો તેમની શહાદતે પયગમ્બર (સ.અ.વ.)ને ખૂબજ દુ:ખી કર્યા જે અગાઉ કયારેય મુસલમાનોએ જોયું ન હતું. આપ (અ.સ.) એ બાબતે વધુ દુ:ખી હતા કે મુસલમાનો તેમના સગાવ્હાલાઓ કે જે ઓહદમાં મૃત્યુ પામ્યા હતા તેઓ ઉપર ગમ કરતા હતા પણ કોઈ હ. હમઝા (અ.સ.)નું ગમ મનાવતું ન હતું. આ બાબતે રસુલે ખુદા (સ.અ.વ.)એ બની હાશીમની ઔરતોને ઉત્તેજન આપ્યુ કે તેઓ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની આગેવાનીમાં હઝરત હમઝા (અ.સ.)ની કબ્રની નિયમિત ઝિયારત (મુલાકાત) કરે. (તારીખે તબરી ભાગ-7, પાના 137 (અંગ્રેજી), શૈખ અબ્દુલ હક્ક મોહદ્દીસે દહેલવીની મદારીજ અન્નબુવ્વહ, ભાગ-2, પાના 179 (ઉર્દુ) આમ છતાં ઈતિહાસના સૌથી ઓછા અભ્યાસુ વ્યકિત માટે પણ એ સ્પષ્ટ છે કે હઝરત હમઝા (અ.સ.)ને એટલા માટે આગળ કરવામાં આવે છે કે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના સ્થાનને નીચું કરી શકાય. બધા જ ઈતિહાસકારોએ એકમતે નોંધ્યું છે કે હઝરત હમઝા (અ.સ.) ને હબશીએ શહીદ કર્યા જે હિન્દનો ગુલામ હતો અને હિન્દ મોઆવીયાની માં અને અબુ સુફીયાનની પત્નિ હતી. તેણે હઝરતે હમઝા (અ.સ.)નું દિલ ચાવીને તેના જંગલી અને ક્રુરતા ભર્યા સ્વભાવ અને પયગમ્બર (સ.અ.વ.) અને બની હાશીમ પ્રત્યે ઘૃણાની સાબિતી આપી. આમ તેણીને ‘હિન્દ-કલેજુ ચાવનાર’નું બિરૂદ મળ્યું અને જ.હમઝા સૈયદુશોહદાની શહાદતની સાથે, જ. હમઝા (અ.સ.)ને કત્લ કરવાના કારણે તણીને પણ યાદ કરવામાં આવે છે. હમણાના મુસલમાનો ત્યાં સુધી (કહેવા લાગ્યા છે) કે મોઆવીયાને હિંદના પુત્ર હોવાનું ગૌરવ હતું!!! અય સમજદારો, બોધ ગૂહણ કરો! અગાઉના મુસલમાનોએ જ. હમઝા (અ.સ.)ની કબ્ર ઉપર બાંધકામ કર્યું હતું એ બાંધકામને હેજાઝના શાસકોએ તોડી પાડયું. સ્પષ્ટ રીતે આ મુસલમાનો હઝરત હમઝાની કુરબાનીને માન્ય રાખે છે અને તેમને બીજા સહાબીઓ જેવા જ સમજે છે જેઓ પયગમ્બર (સ.અ.વ.)ને જોવાનું સદભાગ્ય પામ્યા હતા. જનાબે જઅફર બીન અબી તાલિબ (અ.સ.)નું ઈસ્લામમાં સ્થાન: ઈસ્લામ અને પયગમ્બર (સ.અ.વ.)ની રાહમાં કુરબાનીની ચર્ચા જઅફર બીન અબી તાલિબ (અ.સ.)ની ચર્ચા વગર અધુરી છે. બીજા એક સૈનિક કે જેને સૈયદુશ્શોહદા તરીકે યાદ કરવામાં આવે છે. જનાબે જઅફર બીન અબી તાલિબ (અ.સ.) જંગે મવતામાં શહીદ થયા જ્યાં મુસલમાનોની સંખ્યા ઘણી વધારે હતી. તેઓ અલમબરદાર હતા અને અલ્લાહ અઝઝ વ જલ્લ અને પયગમ્બર (સ.અ.વ.) માટે પોતાનું જીવન આપ્યું, તેમના બન્ને હાથ કલમ થયા પછી અલ્લાહે તેમને તેના બદલામાં હાથો અને પાંખો આપી જેના વડે તેઓ જન્નતમાં ફરીશ્તાઓ સાથે ઉડે છે. જઅફર (અ.સ.) નીચેની કુરઆનની આયતનું જીવંત ઉદાહરણ છે: ‘અને જે લોકો અલ્લાહની રાહમાં મારયા ગયા છે તેમને હરગિજ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોય (ઉત્ત્તમ) રોજી મેળવે છે.’ (સુ. આલે ઈમરાન 3:169) જે લોકો મૃત્યુ પામેલાઓને નિર્જીવ અને બિન ઉપયોગી સમજે છે, તેઓજ હઝરત હમઝા (અ.સ.) અને જનાબે જઅફર (અ.સ.) જેવા મહાન શહીદોના પ્રયત્નોને હલકા કરે છે અને તેમનો તેમના પ્રત્યેનો પ્રેમ અને આદરનો દાવો એ તેમના તૌહીદના નારા જેવા જ ખોખલો લાગે છે. ઈમામ હુસૈન (અ.સ.) જ. હમઝા (અ.સ.) અને જ. જઅફર (અ.સ.)ને કઈ રીતે યાદ કરે છે? જો આ મુસલમાનો જ. હમઝા (અ.સ.)ના સાચા ચાહક હોવાનો દાવો કરે છે અને તેમને સૈયદુશ્શોહદાનું માન આપે છે તો તેમના માટે એ જાણવું રસપ્રદ રહેશે કે ખુદ ઈમામ હુસૈન (અ.સ.)એ તેમને આશુરાના દિવસે કઈ રીતે યાદ કર્યા હતા. પરંતુ તેથી યઝીદના સૈનિકો ઈમામ હુસૈન (અ.સ.) ઉપર હુમલો કરવાથી તેમને અને તેમના અસ્હાબોને કત્લ કરવાથી ન અટકાયા અને આ બાબતે પયગમ્બર (સ.અ.વ.)ને હમઝા (અ.સ.)ની શહાદત કરતા વધુ ગમગીન કયા. જો આ મુસલમાનો જ. હમઝા (અ.સ.)ને આટલું બધું માન આપતા હોય, તો શું તેઓ એ બાબત સમજાવી શકશે કે, શા માટે જ. હમઝા (અ.સ.) સાથેનો સંબંધ ઈમામ હુસૈન (અ.સ.)ના જીવનને બચાવવા માટે પુરતો ન થયો? ઓછામાં ઓછું આજે કઈ ચીજ તેમને યઝીદને વખોડતા અને ઈમામ હુસૈન (અ.સ.)ની પ્રશંસા કરતા રોકે છે? તેમનો યઝીદ પ્રત્યેનો ઉંચો આદર હમઝા (અ.સ.)નું અપમાન છે. ખાસ એ કારણે કે યઝીદની દાદી હિન્દ જ. હમઝા (અ.સ.)ને શહીદ કર્યા હતા. યઝીદે જ.હમઝા (અ.સ.)ને કઈ રીતે યાદ કર્યા: એ યોગ્ય છે કે વાંચકોનું ધ્યાન તે અંગે ધ્યાન દોરીએ કે જ. હમઝા (અ.સ.) પ્રત્યે અને બની હાશીમના એ લોકો કે જેઓ બદ્ર અને ઓહદની જંગમાં શહીદ થયા તેમના અંગે યઝીદનો શું અભિપ્રાય હતો. કાઝી સનાઉલ્લાહ પાણીપતી (મૃત્યુ હી.સ. 1225)